fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કીર્તિદાન, સાંઇરામ, હેમંત ચૌહાણ,કલેકટરે મતદાન કર્યું

રાજકોટમાં લોકશાહીના મહાપર્વ સમી રાજકોર મહાનગરપાલિકાની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે. વહેલી સવારથી જ પોતાનો અમૂલ્ય મત આપવા માટે તત્પર એવા રાજકોટવાસીઓ મતદાન કરી કરી રહ્યાં છે. જાણિતા લોક ગાયક કીર્તિદાન ગઢવીએ તેમના પત્ની સોનલ ગઢવી સાથે સહજાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે મતદાન કર્યુ હતું. આ ઉપરાંત સાંઇરામ દવે, હેમંત ચૌહાણ, કલેકટર, મ્યુ. કમિશનરથી લઈને ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ મતદાન કર્યુ હતું. લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. રાજકોટમાં જાણિતા હાસ્યકાર સાંઇરામ દવેએ પરિવાર સાથે શહેરની અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે મતદાન કર્યુ હતું અને જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણો અધિકાર છે અને આપણે અચૂક પણે આ અધિકારને આપણી ફરજ સમજીને મત આપવો જ જાેઈએ.
રાજકોટમાં જાણિતા ગાયક હેમંત ચૌહાણે તેમના પત્ની સાથે મતદારોની લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતું.

રાજકોટની જનતાને મતદાન કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને અનુરોધ કર્યો હતો કે, મતદાનના આ મહા પર્વમાં સૌ જાેડાય અને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરી મતદાન અવશ્ય કરવું, આ લોકશાહીનું પર્વ છે. જેમાં સૌ એ સહભાગી થવું જાેઈએ.મતદારોને રાજકોટ મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં કોવીડ – ૧૯ ની માર્ગદર્શિકાને ધ્યાને લઈ સોશીયલ ડીસ્ટન્સની સાથે માસ્ક પહેરી મતદાન અવશ્ય કરવા અને ઈલેકટ્રોનિક વોટીંગ મશીનમાં યોગ્ય ઉમેદવારને મત આપ્યા બાદ રજીસ્ટર બટન દબાવી મતની નોંધણી કરવા અપીલ પણ કરી હતી.

રાજકોટ મનપાના મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે તેમના પત્ની શ્વેતા ટીયોટિયા સાથે મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક બહાર લોકોની સાથે કતારમાં ઉભા રહી મતદાન કર્યુ હતું.

રાજકોટ મનપાના પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ તેમના પત્ની સાથે મતદાન કર્યુ હતું.

રાજકોટમાં આજે કોંગી ઉમેદવાર અતુલ રાજાણીએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું, છેલ્લા ઘણા વર્ષોથી અતુલ રાજાણી કોંગ્રેસના વોર્ડ નંબર ૩માંથી ચૂંટાઇને કોર્પોરેટર બનતા આવ્યા છે, આ વર્ષે તેમને પક્ષ દ્વારા વોર્ડ નંબર ૨માંથી ટિકિટ આપવામાં આવતા તેઓ કોંગ્રેસના વોર્ડ નંબર ૨ના ઉમેદવાર છે.

ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સામાકાંઠે શાળા નંબર ૭૫ ખાતે મતદાન કર્યુ હતુ. જ્યારે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ તેમના પત્ની સાથે બારદાનવાલા સ્કૂલમાં મતદાન કર્યુ હતુ. ભાજપના સિનિયર નેતા નીતિન ભારદ્વાજે મતદાન કર્યુ હતું, તેમણે કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યુ હતું, રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે મતદાન કર્યુ હતું. રાજકોટ ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ ગોપાલ ચોક ખાતે આવેલા મતદાન મથકમાં મતદાન કર્યુ હતું. ભાજપના તમામ ઉમેદવારોની જીતની આશા વ્યક્ત કરી હતી.

રાજકોટમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વોર્ડ ન.૩ના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલાએ વિજયની આશા સાથે મતદાન કર્યુ હતું.
રાજકોટમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વોર્ડ ન.૩ના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલાએ મતદાન કર્યું હતું

પડધરી-ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ પરિવાર સાથે રૈયા રોડ પર આવેલી અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે મતદાન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, મતદાનથી સતા પરિવર્તન થાય છે, મતદાનથી લોકશાહી બચે છે માટે લોકશાહી અને દેશને બચાવવા મેં મતદાન કર્યું છે.ખેડૂત ૫ વર્ષે પાક બદલે છે, એ જ રીતે હવે જનતાને પણ મોકો મળ્યો છે નગરસેવક રૂપી પાક બદલવાનો, તેથી હું રાજકોટની જનતાને રાજસ્થાનની પેટર્ન અપનાવી મતદાન કરે એવી અપીલ કરું છું.

રાજકોટમાં કોંગ્રેસના વોર્ડ નંબર ૭ના ઉમેદવાર અશોક ડાંગરે મતદાન કર્યુ હતું. તેમણે ભગવાનના આશીર્વાદ લઈને મતદાન કર્યુ હતું. મતદાન કર્યા બાદ તેમણે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
રાજકોટ ભાજપના મધ્યસ્થ કાર્યાલયમાં મનપાની ચૂંટણીનૉ ખાસ વોરરૂમ તૈયાર કરવામાં આવ્યો છે, ભાજપના પૂર્વ સાંસદ અભય ભારદ્રાજની ગેરહાજરીમાં તેમનુ સ્થાન તેમના પુત્ર અંશ ભારદ્વાજ એ લીધુ છે. વોરરૂમમાં ધનસુખ ભંડેરી, હરેશ જાેષી સહીત મહાનગરની ચૂંટણી મતદાન અંગેની માહિતી અને ફરિયાદ લઈ રહ્યા છે.

મનપાની ચૂંટણી દરમિયાન ઘણા કોંગી કાર્યકરોમાં રોષ ઉત્પન્ન હતો જેના ફળ સ્વરૂપે આજે કોંગી ઉમેદવાર મનીષાબા વાળા વોર્ડ નં-૨ ના ભાજપ મહામંત્રી દશરથસિંહ વાળા સાથે મતદાન મથક પર દેખાયા હતા,ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જાેડાઈ શકે છે તેવી અટકળો લગાવવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/