fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં બિલ્ડરના વિધવા ભાભી પાસેથી ૭૨ કરોડ ખંડણી માંગનાર ઝડપાયો

રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોરભાઇ હંસરાજભાઇ પરસાણાના વિધવા ભાભી સંગીતાબેનને અજાણ્યા નંબર પરથી સોશિયલ મીડિયામાં ધમકી મળી હતી. મેસેજમાં લખ્યું હતું કે ૭૨ કરોડ આપો, નહીંતર તમારી ત્રણેય પુત્રીને જીવવા નહીં દઉં અને જાનથી મારી નાખીશું. આ મેસેજથી ડરી ગયેલા પરિવારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, આથી પોલીસે તપાસ કરતાં ખંડણીખોર પારસ મોણપરાની ધરપકડ કરી છે.

બિલ્ડર કિશોરભાઈ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે ત્રણ ભાઇઓ છીએ, સૌથી મોટા ગોવિંદભાઈ છે, તે મારી સાથે રહે છે. મારી પત્નીનું નામ મંજુલાબેન છે, સંતાનમાં એક પુત્ર કેવિન અને પુત્રી માનસી છે. બીજા નંબરના ભાઈ ભરતભાઈનું ૨૦૦૨માં અવસાન થઈ ગયું હતું. તેમનાં પત્ની અને મારાં ભાભી સંગીતાબેન પણ મારી સાથે રહે છે. મારા ભાઇ ભરતભાઇને સંતાનમાં બે પુત્રી ડેનિશા અને દૃષ્ટિ છે.

ગત ૨૨ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭.૧૫ વાગ્યે મારા ભાભી સંગીતાબેને પોતાનો મોબાઈલ બતાવી કહ્યું, એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો છે, જેમાં ૭૨ કરોડ આપવાની ધમકી અપાઇ હોવાનું લખ્યું હતું. પૈસા નહીં આપો તો ત્રણેય દીકરીને જીવવા નહીં દેવાય, એમ જણાવાયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/