સૌરાષ્ટ્ર યુનિ. ખાતે વોટરપોલો સ્પર્ધા, દેશભરમાંથી ૧૮ ટીમ સ્પર્ધામાં લેશે ભાગ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિ. ખાતે પ્રથમવાર વોટરપોલો સ્પર્ધા યોજાશે. જેમાં દેશભરમાંથી ૧૮ ટીમ સ્પર્ધામાં ભાગ લેશે. આગામી ૨૪-૨૭ માર્ચ દરમિયાન આ વોટરપોલો સ્પર્ધા યોજાશે. પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની વોટરપોલો સ્પર્ધા રાજકોટ ખાતે યોજાઈ રહી છે. જેમાં દેશભરમાંથી ૧૮ ટીમ ભાગ લેશે. આ સ્પર્ધા ગુજરાતમાં ખુબ જ ઓછી જાણીતી છે.
એક ટીમમાં ૧૩ ખેલાડી અને ૨ કોચ હશે. ઓલિમ્પિક રમી ચૂકેલા ઘણા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. વોટરપોલો રમત ફુટબોલ જેવી હોય છે. પણ પાણીમાં રમવાની હોય છે. વોટર પોલોમાં બોલથી પ્લેયર ગોલ કરે છે. રમતમાં એક ટીમમાં કુલ ૧૩ ખેલાડીઓ હોય છે જેમાંથી ૭ ખેલાડી રમત રમે છે જ્યારે સાત ખેલાડી અવેજ રહે છે. રમતમાં આઠ-આઠ મિનિટના ચાર રાઉન્ડ રમાડવામાં આવે છે અને જે ટીમ વધારે ગોલ કરે ટીમ વિનર બને છે.
Recent Comments