fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરઃ મેયર કીર્તિબેન દાણીધરીયાએ મ.પા.નું ૧,૧૦૯ કરોડનું બજેટ મંજૂર કર્યું

મહાનગરપાલિકાનું બજેટ અને સામાન્ય સભા યોજાઈ હતી. ભાવનગર મહાનગરપાલિકાના સભા ખંડને છોડીને કોરોનાને પગલે સભા સરદારનગર ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ હતી. સભાખંડમાં જગ્યાનો અભાવ હોવાના કારણે ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા થઇ શકે તેમ નહોતું. મેઘાણી ઓડિટોરિયમમાં ઇતિહાસમાં પહેલી વખત સભા મહાનગરપાલિકાએ સભાખંડ છોડીને બહાર યોજવી પડી છે અને બજેટ પણ સભાખંડ બહાર અન્ય સ્થળેથી રજૂ થયું છે.

ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ રજૂ ૧,૧૦૯ કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. નવા મેયર કીર્તિબેન દાણીધરીયાએ સર્વાનુમતે બજેટને મંજૂર કર્યું હતું. ૧,૧૦૯ કરોડના આવક વાળા બજેટમાં ૧,૦૪૦ કરોડના ખર્ચવાળું અને ૬૯ કરોડ ૮૩ લાખ પૂરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બજેટમાં એપ્લિકેશનો અપગ્રેડ કરવી અને ઓડિટોરિયમ હોલ અને અરજીઓ માટે સોફ્ટવેર બનાવવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેયર કીર્તિબેન દાણીધરીયાએ બજેટમાં નવું નહિ હોવા છતા લોકોને ઘરવેરો ભરવા અપીલ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના બજેટમાં શિક્ષણ સમિતિના બજેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૧૧ કરોડના શિક્ષણ સમિતિના બજેટને પણ મંજૂરી આપી દેવામાં આવી હતી. જાેકે, એક વર્ષથી શાળાઓ બંધ છે. ત્યારે બજેટ ૧૧૧ કરોડનું દર્શાવવામાં આવ્યું છે. જેમાં મોટો ખર્ચો શિક્ષકોના પગારનો અને વહીવટી તંત્રનો છે.
ભાવનગર મહાનગરપાલિકાના બજેટમાં કશું નહિ હોવાનો દાવો વિપક્ષે કર્યો છે. બજેટમાં સિક્સલેન રોડ અધુરો છે, તેના માટે કશું નથી. જ્યારે મેયર એ જ વોર્ડના છે કંસારા પ્રોજેકટને લઈને કોઈ વાત નહિ હોવાનું વિપક્ષના સભ્ય જયદીપસિંહ ગોહિલે જણાવ્યું છે. વિપક્ષના ભરત બુધેલીયાએ તો સભામાં રાગદ્રેશનો આક્ષેપ કર્યો હતો કે, વિપક્ષના વોર્ડમાં કામગીરી કરવામાં આવતી નથી અને કરવામાં આવે તો પુરી થતી નથી આમ વિપક્ષે બજેટને વખોડ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/