fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાર્જકોટઃ કેમિકલ બનાવતી ફેક્ટરીમાં સ્ટીમની ટેન્ક ઓવરલોડ થતાં બ્લાસ્ટ, ૪ શ્રમિકનાં મોત

રાજકોટ-વાંકાનેર રોડ પર ખેરવા ગામની સીમમાં આવેલી અને કેમિકલ બનાવતી ફેક્ટરીમાં સોમવારની રાત્રિના ૮.૩૦ કલાકે બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકના ઘટનાસ્થળે અને એકનું રાજકોટ હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે નવ દાઝી જતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આગ પર કાબૂ કરવાની કોશિશ શરૂ કરી દેવામાં આવી છે. આસપાસમાં રહેતા ગ્રામજનોનું કહેવું છે કે,૨૨થી વધુ શ્રમિક ફેકટરીમાં કામ કરતા હતા.

આ ઘટના અંગે પોલીસ અને ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું સોમવારની રાત્રિના ૮.૩૦ કલાક આસપાસ દેવ ઈન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ બનાવતી ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ ટેન્ક ઓવરલોડ થઈ જતાં ધડાકાભેર ફાટી હતી અને અચાનક જ આગ લાગી ગઈ હતી. આ સમયે ટેન્કની આસપાસ તેમજ ફેક્ટરીમાં અન્ય સ્થળે કામ કરી રહેલા મજૂરોમાંથી નવ શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા હતા અને દૂર સુધી ફંગોળાયા હતા. બ્લાસ્ટ થતાંની સાથે જ ખેરવા અને આસપાસના ગામના લોકો ફેક્ટરી પાસે દોડી આવ્યા હતા અને દાઝેલી હાલતમાં રોડ પર આવી ગયેલા મજૂરોને છકડો સહિતના વાહનમાં બેસાડીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

રાત્રિના ૧૦ વાગ્યા બાદ અનિલકુમાર, મનોજ, મોહન, છોટન શર્મા, સન્ની, સરમન, રોશન, મહેશ્વર અને એક અજાણી વ્યક્તિને દાઝેલી હાલતમાં રાજકોટ લાવવામાં આવી છે. તેમજ એક અજાણ્યા વ્યક્તિનું હોસ્પિટલ લવાયા બાદ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા. આગની આ ઘટના કેવી રીતે બની? લાપતા થઈ ગયેલા શ્રમિકો ક્યાં છે? તે સહિતના મુદે્‌ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધડાકાનો અવાજ બે કિલોમીટર સુધી સંભળાયો હતો અને ટેન્કનો સામાન અડધા કિલોમીટરમાં વિખેરાઈને પડ્યો હતો.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0