fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગિરનાર રોપ-વેને માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ મળ્યું

ઉષા બ્રેકો કંપની નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા સર્ટીફીકેટ મેળવનારી ભારતની પ્રથમ રોપવે કંપની બની

જૂનાગઢમાં ગિરનાર રોપ-વેની સફર માટે આવતા પ્રવાસીઓની હવે સુરક્ષા સાથે આરોગ્યની પણ સલામતી જળવાશે. કારણ કે ગિરનાર રોપ-વેને માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ મળ્યું છે. ગિરનાર રોપવે તૈયાર કરનાર ઉષા બ્રેકો કંપની નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા સર્ટિફિકેટ મેળવનારી ભારતની પ્રથમ રોપવે કંપની બની છે. ઉષા બ્રેકો કંપનીને મળેલા પ્રમાણપત્રનું પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ અનાવરણ કર્યુ હતું. આ પ્રમાણપત્ર મળતાં કંપનીની સાથે ગુજરાત અને જૂનાગઢનું પણ ગૌરવ વધ્યું છે.
પ્રવાસીઓની સુરક્ષા અને આરોગ્યની સલામતી સુનિશ્ચીત થતાં પ્રવાસનને પણ ફાયદો થશે.

રાજ્યનો સૌથી ઉંચો પર્વત એટલે ગિરનાર અને ગિરનાર પર્વત પર આઠ માસથી રોપવે કાયાર્ન્વિત થયો છે ત્યારથી લઈએ અત્યાર સુધીમાં અંદાજે ૪ લાખ પ્રવાસીઓ રોપવેની સફર માણી ચુક્યા છે. ગિરનાર રોપવે પ્રોજેક્ટ ઉષા બ્રેકો કંપનીએ તૈયાર કર્યો છે અને આ રોપવે એશિયાનો સૌથી મોટો રોપવે છે. તેથી સ્વાભાવિક રીતે તેની ઉંચાઈને લઈને જાેખમ પણ રહેલું છે. તેથી જ આ રોપવેમાં વિશ્વની સૌથી અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં સફળતા પણ હાંસલ થઈ છે. પ્રવાસીઓ સુરક્ષિત રીતે રોપવેની સફર માણી રહ્યા છે. ત્યારે હવે રોપવે સફરની સુરક્ષા સાથે પ્રવાસીઓ અહીં આરોગ્યની દ્રષ્ટિએ પણ સુરક્ષિત છે તેવું ઉષા બ્રેકો કંપનીને પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/