fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં પરિણિતાએ સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

રાજકોટના માલીયાસણ ગામે રહેતી પરિણીતાએ ગંજીવાડામાં રહેતા પતિ, સાસુ, સસરા અને નણંદ સામે શારીરિક માનસિક ત્રાસ આપી વારંવાર કાઢી મુકતા હોવાની અને જમવાનું પણ નહિ આપી મારકૂટ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

માલીયાસણ ગામે રહેતા હંસાબેન પ્રકાશભાઈ ગોહિલ ઉ.૩૨એ ગંજીવાડામાં રહેતા પતિ પ્રકાશભાઈ જેઠાભાઈ ગોહેલ, સાસુ દયાબેન, સસરા જેઠાભાઈ પુંજાભાઈ અને નણંદ નીકીતાબેન પ્રફૂલભાઈ પારધી સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ બંનેના ત્રીજા લગ્ન છે જે ૩૧/૦૫/૨૦૨૦ના રોજ કર્યા હતા.

લગ્નના ત્રણ મહિના બાદ પતિ વારંવાર ઘરમાંથી કાઢી મુકતો અને તારા માવતરે જતી રહે ત્યાં મોટું ઘર છે કહી ત્રાસ આપતો વડીલો સમાધાન કરતા હું પરત જતી રહેતી હતી સાસુ દયાબેન તું વધારાની છો, નથી સચવાતી, જતી રહે કહી ગળા ઉપર બેસી ગાળો ભાંડતા હતા.

સસરા દારૂ પી અપશબ્દો બોલતા અને જમવાનું પણ આપતા નહિ નણંદ નીકીતાબેન મારા લગ્નના ૧૦ દિવસ બાદ રીસામણે આવ્યા હતા તે પણ ચડામણી કરતા અને આને ઘરમાંથી જવા દો, ઘરમાં જગ્યા નથી તેવું કહી ભોટાંકામાં પાડવાની કોશિષ કરી હતી.

પ્રેગ્નેટ હતી ત્યારે પતિએ ઘરમાંથી કાઢી મૂકી હતી અને પથ્થરોના ઘા કર્યા હતા. દીકરીના જન્મ બાદ સાસરી પક્ષમાંથી કોઈ દીકરીનું મોઢું જાેવા પણ આવ્યું ન હતું, અને સમાધાન માટે કોઈ જવાબ નહિ આપતા અંતે તમામ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એ.એસ.આઈ. એ. કે. સાંગાણી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/