fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ ઠેર-ઠેર પાણી ભરાયા

ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ચોમાસું હવે ધીમે ધીમે ફરી જામી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૩ દિવસ વરસાદની આગાહી કરી હતી. ત્યારે રાજકોટમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી ૩ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું, પરંતુ બપોરે ૧૨ વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો જાેવા મળ્યો હતો અને ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના જંક્શન, ૧૫૦ ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો શહેરના અનેક વિસ્તારો એવા છે, જ્યાં હજુ તડકો જાેવા મળી રહ્યો છે. જાેકે અહીં પણ સાંજ સુધીમાં મેઘરાજા મંડાય જાય તેવી આશા સૌ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જાેઈ રહ્યા છે.

રાજકોટમાં હજુ ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એ વિસ્તારના સ્થાનિકો હજી પણ ધોધમાર વરસાદની રાહ જાેઇ રહ્યા છે. ૩ દિવસની આગાહીને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાવર્ત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ખેંચાતાં કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે. ત્યારે વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/