fbpx
સૌરાષ્ટ - કચ્છ

સૌ.યુનિ.માં નવી ભરતીને બદલે જુના કરારી ૪૨ અધ્યાપકો રીન્યુ કરાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં દર વર્ષની માફ્ક ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં ૮૭ કરારી અધ્યાપકોની વોક ઇન ઇન્ટરવ્યુના આધારે ભરતી કરવામાં આવી હતી. જાેકે તેમાં ૨૫ ભવનમાં ૮૮ અધ્યાપકોમાંથી ૧૨ ભવનમાં ૨૩ નામની ભાજપના જ સિન્ડિકેટ સભ્યોએ ઓનસ્ક્રીન ભલામણ કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ શિક્ષણમંત્રી જીતું વાઘાણીએ ટવીટ કરી તપાસના આદેશ આપતા તાત્કાલિક કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેશાણીએ ભરતી રદ કરી.

જેના ત્રણ માસ બાદ એટલે કે ગઇકાલે યુ ટર્ન લઇ ૧૮ મીથી જે ભવનોમાં જૂના અધ્યાપકો કરાર પર છે તેવા ૪૨ અધ્યાપકોને રીન્યુ કરવા આદેશ આપ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યુ હતું કે, વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે હેતુથી ભવનોમાં કરાર પરના અધ્યાપકોને રીન્યુ કરવાનો ર્નિણય કર્યો છે અને તેમને દોઢ મહિનો એટલે કે ૧૭ જાન્યુઆરી થી ૨૮ ફેબ્રુઆરીના સમય સુધી રીન્યુ કરવા ર્નિણય કરવામાં આવ્યો છે. જે કર્મીઓને પગાર મહીને રૂપિયા ૨૫૦૦૦ આપવામાં આવશે.

બીજી તરફ તેમાં જે ભવનોમાં જે.આર.એફ. (જુનિયર રીસર્ચ ફેલો) છે ત્યાં હાલ કોન્ટ્રાકટ અધ્યાપકોની ભરતી નહિ કરવાનો ર્નિણય લેવાયો છે. બીજી તરફ કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સીટીમાં જે ભાજપના મિત્રોએ જે અધ્યાપકોની ભલામણ કરી હતી અને તેના સ્ક્રીનશોટ સામે આવ્યા હતા તેમાં જે નામ હતા એ તમામ અધ્યાપકોને રીન્યુ કરવામાં આવ્યા છે.

જાે કે કોંગ્રેસના આ આક્ષેપને ફગાવી કુલપતિ એ વિશે કશું જાણતા ન હોવાનું જણાવી જરૂરિયાત મુજબ રીન્યુ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ૮૭ અધ્યાપકોની ભરતીમાં ભલામણો માટે સિન્ડિકેટ સભ્યોનું વ્હોટસએપ ગ્રૂપ બન્યાનો પર્દાફાશ થયા બાદ શિક્ષણમંત્રીના આદેશથી કુલપતિ ઉપકુલપતિ દ્વારા સમગ્ર ભરતી રદ કરવામાં આવી હતી. હવે રદ થયેલી તે ભરતીમાં યુનિવર્સિટીએ યુ-ટર્ન લીધો છે અને જૂના કરારી અધ્યાપકો પૈકી ૪૨ને રીન્યુ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ-ઉપકુલપતિએ ર્નિણય કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/