fbpx
ગુજરાત

સુરતમાં શરદી-તાવ, ખાંસીના કેસમાં ૬ ગણો વધારો થયો

કોરોના સંક્રમણમાં પણ ભારે વધારો થયો છે. સુરતના ઈતિહાસમાં પહેલીવાર મંગળવારે નવા ૩૯૮૬ કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને ૧,૭૮,૨૦૧ પર પહોંચ્યો છે. જ્યારે નવા ૫ મોત સાથે મૃત્યુઆંક વધીને ૨૧૩૭ થયો છે. આજે શહેરમાંથી ૨૨૭૯ દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને ૧,૫૩,૪૮૭ થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ ૨૨,૫૮૮ એક્ટિવ કેસ છે. પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી ૬ વ્યક્તિઓ વરાછા ઝોન-એના કરંજ વિસ્તારના રચના સોસાયટીમાં નોંધાયા છે.

૭ વ્યક્તિઓ વરાછા ઝોન-બીના વેલંજા વિસ્તારના સહજાનંદ વાટિકાના એક જ વિસ્તારમાં નોંધાયા છે. ૧૦ વ્યક્તિઓ સેન્ટ્રલ ઝોનના નાનપુરા વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટમાં નોંધાયા છે. ૮ વ્યક્તિઓ અઠવા ઝોનના ઇચ્છાનાથ વિસ્તારના એસવીએનઆઈટી ક્વાટર્સમાં નોંધાયા છે. જેથી ક્લટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. પીઆર ખાટીવાલા શાળા, રાયન ઇન્ટર નેશનલ શાળા, સદ્ભાવના શાળા, જે એચ અંબાણિ શાળા, ગુરુકુળ શાળા, એલપી સવાણી શાળા અને અન્ય શાળાઓ તથા કોલેજમાં આવ્યા છે.

આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવ્યા છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ ૧૭૨ જેટલા વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. કોરોનાની અગાઉની બે લહેરમાં કુલ કેસ ૪૦૬૭૧થી વધીને ૧૩૯૩૧૫ થયા છે, રોજિંદા કેસ ૨૩૮થી વધીને ૩૫૬૩ થયા છે તથા રોજના એક્ટિવ કેસ ૧૩૬૪થી વધીને ૨૦૫૯૮ થયા છે, જેની સામે દાખલ દર્દીઓ ૪૦૩૮ પરથી ઘટીને ૪૦૧ જેટલા રહી ગયા છે. આમ દાખલ દર્દીઓ ઘટ્યા છે.સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે. આજે એક જ દિવસમાં સુરતના ઈતિહાસમાં પહેલીવાર ઓલટાઈમ હાઈ ૩૯૮૬ કેસ નોંધાયા છે. આ સાથે પાંચ દર્દીના મોત થયા છે. ૨૬ મેના રોજ પાંચ મોત નોંધાયા હતા. જ્યારે ૨૨૭૯ દર્દી ડિસ્ચાર્જ થયા છે. વિતેલા ૨ સપ્તાહમાં જ શરદી-ખાંસી, તાવના કેસમાં ૬ ગણો વધારો થયો છે.

છેલ્લા એક જ સપ્તાહમાં રાંદેર ઝોનમાં રેકોર્ડબ્રેક ૫૦૯૩ કેસ નોંધાતા પાલિકા તંત્રની ઊંઘ ઉડી છે. કોરોના સંક્રમણના નવા કેસમાં રાંદેર ઝોને અઠવા સહિતના અન્ય તમામ ઝોનને પાછળ પાડી દીધા છે. કોરોના સંક્રમણમાં વધારો થતા અડાજણ, પાલ, રાંદેર રોડ સહિતના વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૬૪૩૪ થઇ છે. જેથી સુરત શહેરના રાંદેર ઝોનને હાઈરિસ્ક ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે,સુરત મહાનગર પાલિકા દ્વારા રાંદેર ઝોનમાં ચેતવણીના બોર્ડ લાગડવામાં આવ્યા છે, બોર્ડ ઉપર સ્પષ્ટ સૂચના લખાઈ છે. કે હાઇરિસ્ક એરિયામાં પ્રવેશ્તા પહેલા સાવચેતી રાખવી,રાંદેર અને અથવા ઝોનમાં વધતા કેસ જાેતા પાલિકા એ નવી સ્ટ્રેટેજી બનાવાની જરૂર હોય એમ લાગે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/