fbpx
સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા ૨૦ ફેબ્રુઆરીએ ૬૩મા સમૂહ લગ્નોત્સવનું આયોજન

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપક્રમે ૨૦ ફેબ્રુઆરીએ ૬૩મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાશે. કોરોનાને કારણે સમારોહ વર્ચ્યુઅલી યોજાશે. એક જ સમયે અલગ અલગ જગ્યા પર લગ્ન વિધી થશે, પરંતુ તમામ લગ્ન મંડપો ડિજિટલી જાેડાશે. આ સાથે જ બચતનો મેસેજ આપવા તમામ યુગલને ૧૦-૧૦ હજાર રૂપિયાની એફડી પણ અપાશે. સંસ્થા તરફથી દરેક કન્યાને કરિયાવર તથા કન્યાના પિતાને લગ્ન વ્યવસ્થા, ૧૦૦ વ્યક્તિઓના ભોજન માટે રૂપિયા ૨૦ હજાર અપાશે. ખર્ચ ઓછા કરી દીકરીને બચત કરવાનો મેસેજ આપવા સમાજ તરફથી કન્યાને ૧૦ હજાર રૂપિયાની એફડી કરાવી અપાશે.

૧૨૧ સ્થળે દરેક યુગલને શુભેચ્છા અને કન્યાદાનની વસ્તુઓ આપવા સમાજના પ્રતિનિધિ-અગ્રણીઓ હાજર રહેશે. દરેક મંડપથી સીધુ જીવંત પ્રસારણ મુખ્ય કાર્યક્રમ સ્થળે જાેડાશે. સંસ્થાના ૧૦૦૦થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થાને ડિજિટલ માધ્યમથી જાેડી કાર્યક્રમને સફળ બનાવશે. અંદાજે ૩ લાખથી વધુ લોકો કાર્યક્રમને ઘરે બેઠા માણશે. સમૂહલગ્નોત્સવમાં જાેડાનારી ૧૨૧ કન્યાઓમાં ૨૧ દીકરીઓના પિતા નથી. જેમને નિતિન બોરાવાળા તરફથી વિશેષ ચાંદલા સ્વરૂપે ૫-૫ હજાર વિશેષરૂપે એફડી અપાશે. આમ કુલ ૧૫ હજાર રૂપિયાની એફડી મળશે.

સમાજના પ્રમુખ કાનજી ભાલાળા કહે છે કે, ‘કોવિડને કારણે આ વર્ષે પણ સમૂહ લગ્ન વર્ચ્યુઅલી જ કરાશે. ૨૦ ફેબ્રુઆરીએ ૧૨૧ યુગલો એક જ સમયે પરંતુ અલગ અલગ સ્થળે લગ્નવિધિ દ્વારા પ્રભુતામાં પગલા પાડશે.સંસ્થાના પ્રમુખ કાનજી ભાલાળા, ઉપપ્રમુખ સવજી વેકરિયા, કો-ઓર્ડિનેટર હરિભાઈ કથિરિયા, વરાછા બેન્કના ચેરમેન ભવાન નવાપરા, મુકેશ ચોવટિયા, મનુ અમિપરા, પ્રુભદાસ પટેલ, પ્રવીણ દોંગા, રમેશ વાઘાણી, જે.કે પટેલ, રામજી ઈટાલિયા, મનજી વાઘાણી વગેરે વચ્ચે બેઠક યોજાઈ હતી. ૨૦ ફેબ્રુઆરીએ સાંજે ૪થી ૮ વાગ્યા સુધી દરેક કન્યા પક્ષ પોત-પોતાની અનુકૂળતા પ્રમાણે લગ્ન મંડપ વ્યવસ્થા કરશે. બંને પક્ષના ૫૦-૫૦ વ્યક્તિઓની હાજરીમાં લગ્ન વિધિ થશે. જુદા-જુદા ૧૨૧ સ્થળે મંડપ હશે. ટી.વી ચેનલ તથા ડિજિટલ માધ્યમથી ૧૦૦થી વધારે દેશોમાં સમૂહ લગ્નોત્સવનું જીવત પ્રસારણ કરાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/