fbpx
સૌરાષ્ટ - કચ્છ

જુનાગઢના ૭૬ પોલીસકર્મીઓ અને ૧૧ હોસ્પિટલ સ્ટાફ કોરોના સંક્રમિત

કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યામાં ઘટાડો થયો છે. સામે સાજા થનાર લોકોની સંખ્યા પણ વધી છે. દરમિયાન કોરોનાની ત્રીજી લહેરમાં ૭૬ પોલીસ કર્મીઓ તેમજ સિવીલ હોસ્પિટલનો ૧૧નો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે. શનિવારે જૂનાગઢ જિલ્લામાં ૧૫૬ને કોરોના પોઝિટીવ આવ્યો હતો સામે ૧૦૮ દર્દીએ કોરોનાને હરાવ્યો હોય તેને રજા અપાઇ હતી. દરમિયાન રવિવારે કેસમાં ઘટાડો થવા સામે સાજા થનારની સંખ્યા વધી હતી.

૧૧૭ કેસ નોંધાયા હતા.ડિસ્ચાર્જ થયેલા દર્દીમાં જૂનાગઢ સિટીમાં ૯૦, જૂનાગઢ અને વંથલી તાલુકામાં ૯-૯, કેશોદ તાલુકામાં ૭, વિસાવદર તાલુકામાં ૪, માળીયા હાટીના તાલુકામાં ૨ તેમજ ભેંસાણ, મેંદરડા અને માંગરોળ તાલુકામાં ૧-૧ કેસનો સમાવેશ થયો છે. આમ, કુલ ૧૧૭ કેસ સામે ૧૨૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે. દરમિયાન કોરોનાની ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં અનેક તબીબી તેમજ પોલીસ સ્ટાફ પણ કોરોના સંક્રમિત બન્યો છે.

આ અંગે સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે જણાવ્યું હતું કે, પોતાની જાનની પણ પરવાહ કર્યા વિના તબીબી સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરાઇ રહી છે. ત્યારે કેટલોક તબીબી સ્ટાફ પણ કોરોના સંક્રમિત બન્યો છે. આમાં ૨ ડોકટરો, ૭ નર્સિંગ સ્ટાફ તેમજ વર્ગ ૪ના ૨ કર્મી મળી કુલ ૧૧નો સ્ટાફ કોરોના સંક્રમિત બન્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/