fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૧૫ મહિલાઓ સાથે ૫૦ લાખની ઠગાઈ કરાઈ હતી

ગોંડલ રોડ પર લિજ્જત પાપડમાં કામ કરતી ૧૫થી વધુ મહિલાઓ પાસેથી વિજય પ્લોટની માતા-પુત્રીએ ઉચ્ચું વ્યાજ આપવાની લાલચ આપી અંદાજિત રૂ.૫૦ લાખ જેટલી રકમ લઈ રફુચકકર થઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા બે વર્ષથી મહિલાઓ દ્વારા થતી અરજીમાં પોલીસ ફરિયાદ ન નોંધી આરોપી મહિલાનો બચાવ કરતી હોવાના આક્ષેપ અરજદારોએ કર્યો હતો. આ મહિલાઓએ ન્યાય માટે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયુગરુના લોકદરબારમાં પણ અરજી કરી છે.

લોધેશ્વર સોસાયટી મેઇન રોડ પર ગોકુળ પ્રોવિજ્ન સ્ટોરમાં રહેતા મીનાબેન અશોકભાઇ ખારીરાવએ પોલીસ કમિશ્નર કચેરીમાં તેમના સહિત ૧૫ જેટલી મહિલાઓ સાથે વિજયપ્લોટમાં રહેતી રજિયા ફિરોજ પઠાણ,તેની પુત્રી ચકુબેન કરણભાઈ કોળી,તેના પુત્ર સોહિલ સામે ખોટા સહી,ખોટા ચેકો આપી રૂ.૫૦ લાખથી વધુની છેતરપિંડી આચર્યા અંગેની અરજી કરી હતી.

બે વર્ષમાં સાત ધક્કા ખાધા બાદ પોલીસ કમિશને મનોજ અગ્રવાલ,જેસીપી ખુર્શીદ અહેમદ,ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ એકબીજા પર જવાબદારીની ફેકાફેકી કરી હતી. માલવિયા નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ ગુનો નોંધવાની તસ્દી ન લીધી હતી. વિજય પ્લોટની માતા –પુત્રી વિરુદ્ધ એ ડિવિજ્ન, માલવિયા, આજીડેમ,ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વિવિધ મહિલાઓ દ્વારા અરજીઓ કરવામાં આવી હતી. પરતું અધિકારી દ્વારા માતા-પુત્રી વિરુદ્ધ માત્ર અટકાયતી પગલાં લીધા હતા. રૂ.૫૦ લાખની નાણાકીય છેતરપિંડી કરનાર મહિલાઓ સામે પુરાવા રજૂ કરવા છતાં પોલીસ કમિશનર કે થાણા અધિકારીઓ ક્યા કારણથી ફરિયાદ નોંધતા નથી તે મોટો સવાલ છે ? અન્ય કિસ્સાની વાત કરીએ તો જામનગરના યુવક કુમાર પ્રવીણભાઈ કુંભારવાડિયાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પર અપહરણનો આરોપ લગાવ્યો છે. જ્યાં તેણે જણાવ્યું હતું કે, ઢોલરા ગામની કિંમતી જમીનનો સાટાખત રદ્દ કરવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જામનગરથી કાળા કલરની સ્કોર્પિયો કારમાં ઉઠાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે…ભોગ બનનાર કુમાર કુંભારવાડિયાને રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી લાવવામાં આવ્યો હતો. ત્યારે ભોગ બનનાર યુવકને પોલીસ કમિશ્નરે કહ્યું હતું, આ લોકો કહે તેમ સમાધાન કરી નાખ. વધુમાં ફરિયાદી યુવકે જણાવ્યું હતું કે, બાલાજી હોલ પાસે વકીલ જયેશ બોધરાની ઓફિસમાં કોરા કાગળો પર સહી કરવા કહ્યું હતું જાેકે ફરિયાદીએ સહી નહિ કરતા મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે.સહી કરી આપતા જ રૂ.૨૦૦ ભાડું આપી બધા જ જતા રહ્યા હતા. જાેકે ફરિયાદીએ મુખ્યમંત્રીને પણ અરજી કરી તપાસ કરવા અને ન્યાય અપાવવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવી સામે કથિત કમિશનકાંડનો આરોપ લગાવ્યો હતો. પોલીસ સામે તપાસ કમિટી તપાસ કરી રહી છે ત્યારે પોલીસનો ભોગ બનેલા લોકો એક બાદ એક સામે આવી રહ્યા છે.રાજકોટમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલના લેખિત આરોપથી સર્જાયેલા ખળભળાટ વચ્ચે શહેરમાં દિન-પ્રતિદિન ફરિયાદીઓનો રાફડો ફાટી રહ્યો છે. જ્યાં વધુ બે કિસ્સા સામે આવ્યા છે. પ્રથમ કિસ્સામાં લિજ્જત પાપડની ૧૫ મહિલા સાથે રૂ.૫૦ લાખની ઠગાઇ થયા બાદ આ મહિલાઓ આરોપી માતા-પુત્રી વિરુદ્ધ એફઆઈઆર કરવા ૨ વર્ષથી લડી રહી છે જયારે અન્ય કિસ્સામાં જામનગરના યુવકના રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પર અપહરણનો આક્ષેપ કરતા કહ્યું છે કે, સાટાખદ રદ કરાવા બળજબરીથી સહિ કરાવી હતી,સીપી મનોજ અગ્રવાલે પણ દબાણ કર્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/