fbpx
સૌરાષ્ટ - કચ્છ

કેશોદના ગ્રામ્ય વિસ્તારોના ૩ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું

જૂનાગઢના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની લાગણી અને જરૂરીયાતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા પંથકના ચિત્રી, સુત્રેજ અને સેંદરડા ગામ ખાતે ગ્રામ્ય રસ્તાઓને જાેડતા એપ્રોચ રસ્તાના નવીનીકરણ કામનો રાજ્યમંત્રી અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે ખાતમુહૂર્ત કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ચિત્રી ખાતે ધ્રાબાવડ-ચિત્રી-સાંગરસોલા રોડના ૩.૬ કિ.મી. લંબાઇના રોડનું કામ રૂ.૬૪.૪૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં રીસફેસિંગ, સી.સી.રોડ, નાળા કામ અને રોડ ફર્નીસિંગના કામો મંજુર કરવામાં આવ્યા છે.

સુત્રેજ ગામ ખાતે ખીરસરા-સુત્રેજ ગામને જાેડતા રસ્તાના ૨.૫ કિ.મી. લંબાઇના રોડનું કામ રૂ.૫૯.૭૦ લાખના ખર્ચે કરવામાં આવશે. જેમાં રીસફેસિંગ, સી.સી.રોડ અને રોડ ફર્નીસિંગનું કામ કરવામાં આવશે. તે ઉપરાંત સેંદરડા ખાતે એપ્રોચ રોડના કામનો રૂ.૧૪.૭૯ લાખના ખર્ચે બનાવવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ત્રણેય રસ્તા બની ગયા બાદ ગ્રામીણ પ્રજાને રાહત મળશે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, તાલુકા ભાજપ પ્રમુખ પરબતભાઇ પીઠિયા, અગ્રણી ગોંવિદભાઇ બારિયા તથા ધ્રાબાવડ, ચિત્રી, સાંગરસોલા, સુત્રેજ, ખીરસરા અને સેંદરડા ગામના સરપંચઓ, ગ્રામજનો અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જાેડતા ધ્રાબાવડ- ચિત્રી- સાંગરસોલા રોડ, ખીરસરા-સુત્રેજ રોડ અને સેંદરડાના જૂદા જૂદા એપ્રોચ રસ્તાના કામોનો રાજ્યમંત્રી દેવાભાઇ માલમના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ત્રણેય રસ્તા રૂ.૧.૩૯ કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/