fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાષ્ટ્રપતિએ દેશની સલામતી માટે પ્રાર્થના કરી

રાષ્ટ્રપતિનું દ્વારકા આવી પહોંચતા હેલિપેડ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજયકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, જિલ્લા પોલિસ અધીક્ષક નિતેશ પાંડે સહિતના મહાનુભાવોએ સ્વાગત અને અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિએ રામ નવમીના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના સહ પરિવાર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.

જગતમંદિર પરિસરમાં રાષ્ટ્રપતિને દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, ધનરાજભાઈ નથવાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે વગેરેએ આવકાર્યા હતાં અને રાષ્ટ્રપતિનું સ્વાગત પણ કર્યુ હતું. રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવપૂર્વક નમન કર્યું હતું. મંદિર પરિસરમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટર નંદિની ભટાચાર્યએ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઇતિહાસ વિશે માહિતી પૂરી પાડી હતી જેને રાષ્ટ્રપતિએ સાંભળી જરૂરી વિગતો મેળવી હતી.ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકા જગત મંદિર દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.

જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષા મંત્રી આર.સી.મકવાણા, કોમોડોર મારવાહા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, એર કોમોડોરસોંધી, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.દ્વારકા આવેલા રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃધ્ધિ અને સુખાકારીમાં વધારાની પ્રાર્થના સાથે ભાવપૂર્વક નમન કર્યું હતું. તેમણે સહપરિવાર જગતમંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. જગતમંદિરના સ્થાપત્ય તથા ઇતિહાસની માહિતી મેળવી હતી. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/