fbpx
સૌરાષ્ટ - કચ્છ

વડાપ્રધાનને વીંછીયાના ભાજપના પૂર્વ મહામંત્રીએ કુંવરજી બાવળિયા પર આક્ષેપ કરતો પત્ર લખ્યો

ગુજરાતની એક પણ શૈક્ષણિક સંસ્થાનાં બાળકો પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે આજથી ૧૫ વર્ષ અગાઉ ઉમિયા શૈક્ષણિક સંકુલને ભાજપ સરકાર દ્વારા પીવાના પાણીની મંજૂરી આપવામાં આવેલ પરંતુ કુંવરજીભાઈ ગુજરાત સરકારમાં પાણી પુરવઠા મંત્રી તરીકે હતા તે સમયે જસદણ/વિછીયા તાલુકામાં શૈક્ષણિક સંસ્થાઓની માંગણી હોવા છતાં એક પણ નર્મદા પાણીનું કનેકશન આપી શકયા નથી અને જે પાણીના કનેકશન ભાજપ સરકારે આપેલ છે તે એનકેન પ્રકારે બંધ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જેથી એવું લાગી રહ્યું છે કે કુંવરજીભાઈના માનસમાંથી કોંગ્રેસની વિચારસરણી હજુ સુધી ગઈ નથી. ઉમિયા શૈક્ષણિક સંકલમાં તેમના મત વિસ્તારના અને ૯૦% બક્ષીપંચ સમાજનાં બાળકો અભ્યાસ કરે છે તે બાળકોને પીવા માટે નર્મદાના પાણીથી વંચિત રાખવાના કુંવરજીભાઈ પ્રયત્નો કરી રહ્યા છે. જસદણ/વિંછીયાના કાર્યકરોને દબાવવાની માનસિકતા ધરાવો છો અને અધિકારીઓને ખખડાવે છે.

તે જસદણ/વિંછીયાના કામો માટે નહીં પણ પોતાના અંગત સ્વાર્થ માટે ખખડાવો છો તે અધિકારીઓ અને કાર્યકરો સારી રીતે કુંવરજીભાઈ ઓળખી ગયા છો અને અનેક સંસ્થાઓ ઉપર રાગદ્વેષ રાખો છો. કુંવરજીભાઈએ જસદણ/વિછીયા તાલુકામાં અનેક ભષ્ટ અધિકારીઓને છાવરનું કામ કરેલ છે. જસદણ/વિંછીયા તાલુકામાં કોન્ટ્રાકટરોને દબાવીને નબળી કક્ષાનું મટીરીયલ અપાવીને કોન્ટ્રાકટરો પાસે નબળું કામ કરાવેલ છે. કુંવરજીભાઈની તૈયારી હોય તો વિંછીયા વિસ્તારમાં થયેલ ભષ્ટાચાર અને સગાવાદના લોકોને કોન્ટ્રાકટ બેઝમાં કઈ જગ્યા ઉપર ભરવામાં આવેલ છે તેના તમામ પુરાવા આપવાની અમારી અને ભોગ બનેલ વિંછીયા વિસ્તારના લોકોની તૈયારી છે.

કુંવરજીભાઈને એવું લાગતું હોય કે મે વિંછીયા તાલુકાનો અતિ વિકાસ કરેલ છે તો તેમને જણાવી દઉં કે આપણો તાલુકો અને ગોંડલથી માંડીને જુનાગઢ સુધીના તાલુકાનાં ગામડાંઓનો વિકાસ જાેવા અને તફાવત જાેવા માટે ચાલો મારી સાથે તમને સાથે લઈ જવા માટેની વ્યવસ્થા મારા ખર્ચે કરવાની મારી તૈયારી છે. મેં જેટલું કહ્યું એ અંગેનો પત્ર પણ મેં કુંવરજીભાઈને સંબોધીને મોકલ્યો છે અને એ જ પત્રની નકલ પીએમ નરેદ્ર મોદી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આપી છે.રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા સામે ભાજપના જ પૂર્વ મહામંત્રીએ ગંભીર આક્ષેપો કર્યા છે કે ,કુંવરજીભાઈ વીંછીયામાં શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખે છે’. વીંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ પીએમ નરેદ્ર મોદી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આ મામલે પત્ર પણ લખ્યો છે. આ ઉપરાંત નર્મદાનું પાણી ન મળે તે માટે થોરીયાળી ગામ તરફની નવી એક પાઇપ લાઈન નાખવા માટે કુંવરજી બાવળિયા પ્રયાસ કરતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/