fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબી અને માળીયામાં આર્મ્સ એક્ટનો ખુલ્લેઆમ ભંગ, છરી સાથે 3 ઈસમો ઝડપાયા

મોરબી અને માળીયામાં આર્મ્સ એક્ટનો ખુલ્લેઆમ ભંગ, છરી સાથે 3 ઈસમો ઝડપાયા

મોરબી અને માળીયામાં આર્મ્સ એક્ટની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. ત્યારે તાજેતરમાં મોરબી અને માળીયામાં છરી સાથે 3 ઈસમો ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી મનોજભાઇ ઉર્ફે દેવ જગદીશભાઇ પરમાર નર્મદાહોલ વાળી શેરી રોડ ઉપર જાહેરમાં પોતાના પેન્ટના નેફામાં એક છરીની સાથેમળી આવ્યો હતો. બીજા કિસ્સામાં મોરબીમાં આરોપી રાયધન બાઘુભાઈ ચાડમીયા રંગપર ગામની સીમ સોમનાથ પંપ પાસે પોતાના કબ્‍જામાં એક છરી સાથે મળી આવ્યો હતો. જે એક બાજુ ધારદાર સ્ટીલના પાનાની તીક્ષ્ણ અણીદાર છરી હતી. ત્રીજા કિસ્સામાં માળીયામાં આરોપી ઇરફાન ગુલામભાઇ જામ વાગડીયા ઝાપા પાસે તેના પેન્ટના નેફામાં પ્લા.ના હાથા વાળી સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર અણીદાર છરી હથિયાર કિ.રૂ.૫૦/૦૦ ની સાથે લઇ જાહેરમાં નીકળતા મળી આવ્યો હતો

જેથી આ ત્રણેય કિસ્સામાં પોલીસે હથીયાર બંધી જાહેરનામા ક્રમાંકઃ જે/એમએજી/ક.૩૭(૧)જા.નામુ/વશી-૩૦૦૩/૨૦૨૨ તા.૩૧/૦૩/૨૦૨૨ નો ભંગ કરતા બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/