fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગુરુવારે મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિ: કરણીસેના દ્વારા હિંદવા સુરજ રાજપૂત કુલભૂષણની 482મી જયંતી પર મહાઆરતી

હિંદવા સુરજ રાજપૂત કુલભૂષણની 482મી જયંતી પર મહાઆરતી, પુષ્પાંજલિ તથા ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો હિંદવા સુરજ રાજપૂત કુળભુષણ મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિ તા. 2ને ગુરૂવાર જેઠ સુદ-ત્રીજ ના શુભ દિવસે 482 મી જન્મ જયંતિ છે. રાજસ્થાનના મેવાડ પ્રાંતમાં કુંભલગઢ કિલ્લામાં રાજમાતા ની કુખે જન્મેલા ત્યાગ, બલીદાન, શૌર્ય, સમર્પણની મુરત રૂપ મહારાણા પ્રતાપસિંહજી ના જન્મ જૈઠ સુદ-3 વિક્રમ સંવત 1597 ના દિવસે થયેલ હતો. પોતાનું સંપૂર્ણ જીવન પોતાની માતૃભુમી અને ક્ષાત્રધર્મ માટે ન્યોછાવર કરનાર બે મોટા યુધ્ધોમાં અકબરની મુગલ સેના સામેના યુધ્ધમાં દિવેરનું યુધ્ધ અને હલદીધાટીનું યુધ્ધ જગ પ્રસિધ્ધ છે. હલદીઘાટીનું યુધ્ધ અકબરની 80,000 સેના સામે આશરે મેવાડી સેના 20,000 સૈનીકો તથા સરદારોએ ભાગ લીધો હતો અને અકબરની સેનાને હરાવી હતી. આ મહા યુધ્ધમાં મુખ્ય સેના નાયકો ભીમસિંહજી ડોડીયા, ઝાલા માનસિંહજી, રાવ મામરખસિંહજી પરમાર, રામશાહ તંવર, કુંવર શાલીવાહન તોમર, માનસિંહજી બિદા, કિષ્ણદાસજી ચુંડાવત, હકીમ ખાન સુરી, ચંદ્રસેન રાઠોડ સહિતના અનેક યુધ્ધ વિરોએ પોતાના બલીદાન આપીને ધર્મ તથા માતૃભુમીનું રૂૂણ ચુકવ્યુ હતું.

મહારાપ્રતાપના સ્વામી પ્રેમી અશ્વ ચેતકનું બલીદાન પણ અવીસ્મરણીય છે. મહારાણા પ્રતાપના જીવનમાં એમના પરિવારજનો તથા એમના ધર્મપત્ની અજબદે પવાર નો ત્યાંગ સમર્પણ પ્રેરણાદાયી છે. આ હલ્દીઘાટીની યુધ્ધ ભુમીમાં સર્વે યોધ્ધાના બલીદાનથી એક વિશાળ જગ્યાએ લોહીનું તળાવ રકત તલાઇ બની ગયું હતું તે જગ્યા હાલમાં મોજુદ છે. યુધ્ધના વર્ષો બાદ પણ તે યુધ્ધ ભુમી હલદીઘાટીની માટી માંથી હાલ પણ હથીયારો, તલવારો વગેરે મળી આવે છે. આ હિંદના શુરવિર યોધ્ધા સિસોદીયા કુળ દિપક મહારાણા પ્રતાપસિંહજીની 482 મી જન્મ જયંતિ નિમીતે તારીખ : 2ને ગુરૂૂવાર ના સેજ સવારે 8 કલાકે. સોરઠીયાવાડી ચોક, મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે ભવ્ય જન્મ જયંતિનું આયોજન કરેલ છે, જે માં સવારે મહા આરતી, પુષ્પાંજલી અને ભવ્ય શોર્યયાત્રા નું ભવ્ય આયોજન રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમ તથા સૌર્યયાત્રાના અધ્યક્ષ સ્થાને સહદેવસિંહ ડોડીયા રહેશે. આ જન્મ જયંતિના પવિત્ર કાર્યક્રમમાં સર્વે હિન્દુ સમાજ તથા ક્ષત્રિય રાજપૂત સમાજને ભાવભર્યું આમંત્રણ છે. આ કાયક્રમનું આયોજન રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા થઇ રહયુ છે. તેનજ શોર્યયાત્રાનું પ્રસ્થાન મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા (સોરઠીયાવાળી ચોક)બૂકેવડાવાડી મેઇન રોડ – કેનાલ રોડ – જીલ્લા ગાર્ડન ચોક – રામનાથપરા મેઇન રોડ – રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત વાડી ચોક ગરૂૂડ ચોક – કોઠારીયા નાકા – પેલેસ રોડ – ભુપેન્દ્ર રોડ – ઢેબર ચોક – ત્રિકોણ બાગ – લિંબડા ચોક – શ્રી પંચનાથ મહાદેવ મંદિરે શોર્યયાત્રા પૂર્ણ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચંદુભા પરમાર, હિતુભા ડોડીયા, યુવરાજસિંહ રાજપૂત, ભાવસિંહ ઓરા, નિલેશસિંહ ડાભી, અનિલસિંહ પરમાર, કાનાજી ચૌહાણ, સહદેવસિંહ ડોડીયા, યુવરાજસિંહ ભાટ્ટી, સહદેવસિંહ હેરમા, રાકેશસિંહ રાઠોડ, કૌશલસિંહ ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, ચંદ્રસિંહ ડોડીયા, જયદિપસિંહ ભટ્ટી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/