fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ, એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ એરલિફ્ટ કરાયા

રાજ્યના છેવાડાની હોસ્પિટલોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરોની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય અને તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી ૮ મહિના પહેલા એર એમ્બ્યુલન્સની સર્વિસ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટના એક વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ હતું. અને તેમની સારવાર પણ રાજકોટમાં પડકારજનક હતી. આવા સમયે ૧૦૮ની એર એમ્બ્યુલન્સ મારફત તેમને મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે જે આ ગુજરાતનો બીજાે કિસ્સો છે. આ પૂર્વે રાજકોટના જ એક દર્દીને ચેન્નાઇ ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. આ અંગે ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર વિરલ ભટ્ટે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં ૮૪ વર્ષીય નીતાબેન મહેયા સારવાર હેઠળ હતા.

દર્દીને મગજમાં ચેતાતંતુના ઈન્ફેકશનના કારણે ભાન ભૂલી ગયેલા હતા, જેના લીધે દર્દી બેભાન થઈ ગયા હતા અને આંચકી – ખેંચ ઉપડી ગઈ હોવાથી તેમને વધુ સારવાર અર્થે તત્કાલ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ હતી. દર્દીનો જીવ બચાવવા એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવાનું નક્કી થયું હતું. ૧૦૮ને આ અંગે માહિતી મળતા૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલથી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા. એર એમ્બ્યુલન્સ અમદાવાદથી આવે છે. જયારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નઈથી આવે તો તેમનું એરફેર વધી જાય તેમજ સમય પણ વધુ લાગે, જયારે અમદાવાદથી આવતી એર એબ્યુલન્સ ખુબ ઝડપથી ગુજરાતમાં કોઈપણ સ્થળે પહોંચી શકે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર અપ્રુવલ પણ ઝડપથી મળી જાય.

૧૦૮ સેવા સાથે જાેડાયેલી એર એમ્બ્યુલન્સમાં પણ ૧૦૮ વાનની જેમ સાધન સુવિધાથી સજ્જ હોઈ છે. એર એમ્બ્યુલન્સમાં એમ.બી.બી.એસ. ડોક્ટર તેમજ પેરા મેડિકલ સ્ટાફ હાજર હોઈ છે. દર્દીની મેડિકલ હિસ્ટ્રી મુજબ સાધનો અને દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવે છે. આ માટે સૌપ્રથમ ૧૦૮માં કોલ કરવો પડે છે, કોલ સેન્ટરમાં એર એમ્બ્યુલનસ સેવાનો લાભ લેવા માટે માહિતી આપવી પડે છે. દર્દી હવાઈ મુસાફરી માટે ફિટ છે, તે સર્ટિફિકેટ ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે પછી જ આ સેવાનો લાભ મેળવી શકે છે.આ સેવાનો લાભ મેળવવા માટે દર્દીને એરપોર્ટથી એરપોર્ટનો ચાર્જ ચૂકવવો પડે છે. એરપોર્ટ સુધી પહોંચવા માટે ૧૦૮ વાનની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/