fbpx
સૌરાષ્ટ - કચ્છ

ખંભાળિયાના ખેડૂતો સાથે છેતરપિંડી આચરનારને ઝડપ્યો, પોલીસે રૂ.૯૨ લાખ રકમ કબજે કરી

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પાસેથી મગફળી મેળવી અને તેઓને પૈસા આપવાના બદલે છેતરપિંડી કરી નાસી ગયેલા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન રૂપિયા ૯૧ લાખથી વધુની રોકડ રકમ જુદી-જુદી જગ્યાએથી પોલીસે કબજે લીધી છે. આ ચકચારી પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના આહેર સિંહણ ગામે રહેતા એક શખસ દ્વારા તાલુકાના જુદાજુદા ગામોના ખેડૂતો પાસે જઈને મગફળી સહિતની ખેત પેદાશ વેચાતી લીધી હતી. તેના બદલે રોકડ રકમ ચૂકવવાનો વ્યવસાય કરવામાં આવતો હતો. આ શખસ દ્વારા તાજેતરમાં ખંભાળિયા તાલુકાના આહેર સિંહણ ગામ સહિતના જુદા જુદા ગામોમાં રહેતા ખેડૂતો પાસેથી મગફળી ખરીદી અને તેઓને પૈસા ન ચૂકવાતા તારીખ ૧૭ના રોજ આ શખસ સામે આઈપીસી કલમ ૪૦૬ તથા ૪૨૦ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આમ, બે ડઝનથી વધુ ખેડૂતોની રૂપિયા ૯૮.૩૬ લાખ જેટલી મગફળી લઈને પૈસા ન ચૂકવેલા આ શખ્સની ગત તારીખ ૨૨મીના રોજ પોલીસે અટકાયત કરી હતી. પાંચ દિવસના રિમાન્ડ પર લીધો હતો. ત્યાર બાદ જરૂરિયાત જાણતા અદાલતે બે દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરેથી પોલીસે રૂ. ૫,૨૦,૦૦૦ રોકડા તેમજ જુદા જુદા સંબંધીઓના ઘરે તેના દ્વારા રાખવામાં આવેલી રૂપિયા ૭૦ લાખની રકમ પોલીસે કબજે લીધી છે. આ ઉપરાંત જુદા જુદા ઓઇલ મીલના વેપારીઓ પાસેથી રૂ. ૧૬,૪૨,૭૫૦ મળી કુલ રૂપિયા ૯૧,૬૨,૭૫૦ની રકમ કબજે લેવામાં પોલીસને સફળતા સાંપળી હતી. આમ, ખેડૂતોની મગફળી લઈ બારોબાર વેચી મારી અને નાસી છૂટેલા શખસ પાસેથી પોલીસને રૂપિયા ૯૨ લાખ જેટલી માતબર રકમ મેળવવા સફળતા મળી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/