fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં જાનૈયાના ખભા પર બેસી વરરાજા ગીતો પર ઝૂમ્યા, વિદીયી થયો વાયુવેગે વાઈરલ

રંગીલા રાજકોટમાં જાણે દારૂબંધીનો કાયદો અસ્તિત્વમાં હોય જ નહીં એમ એક સપ્તાહમાં એવી બીજી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ખુદ વરરાજા ‘પીલે પીલે ઓ મોરે રાજા’ ગીત પર દારૂની બોટલ સાથે ઝૂમતા જાેવા મળ્યા હતા અને તેના મિત્રો પણ વરરાજાને ખભા પર ઉઠાવીને કાયદાના લીરેલીરા ઉડાડતા જાેવા મળી રહ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

એના આધારે પોલીસે લોધિકા પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે લોધિકા પોલીસે ફરિયાદમાં જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન વિસ્તારના ખીરસરા ગામના લગ્નપ્રસંગમાં ખુલ્લેઆમ હાથમાં દારૂની બોટલ રાખી ડાન્સ કર્યાનો વીડિયો વાઈરલ થયો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં ગોપાલભાઈ વલ્લભભાઈ સોલંકી નામના યુવકના લગ્ન દરમિયાન આ વીડિયો વાઇરલ થયો હોવાનું સામે આવ્યું હતું.

એમાં ફૂલેકામાં ગોપાલભાઈ સોલંકી અને અન્ય યુવાનો દારૂની બોટલ સાથે તિરંગા ફિલ્મના ગીત ‘પીલે.. પીલે…’ પર શરાબની બોટલ સાથે ઝૂમતા જાેવા મળ્યા હતા. એને પગલે પોલીસે ગોપાલભાઈ વલ્લભભાઈ સોલંકી તેમજ અજિતભાઈ કનકભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી. ગોપાલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ વીડિયો એક વર્ષ પૂર્વે પાંચ ફેબ્રુઆરી ૨૦૨૨નો છે. સમગ્ર મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/