fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના યુવાનને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગેનું કન્ટેન્ટ શેર કરવું ભારે પડ્યું, સાયબર પોલીસે આરીતે ઝડપ્યો

સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર કરવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૮ અંતર્ગત ૬૭ (મ્) હેઠળ ભુપત સિંગડ નામના ૩૫ વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવનારા એસ.એસ.જાડેજા ફરિયાદી બન્યા છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, આરોપી દ્વારા ફેસબુકના માધ્યમથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર કરવામાં આવી હતી.

ફરિયાદમાં પોલીસે હેડ કોન્સ્ટેબલે જણાવ્યું છે કે, ૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ ષ્ઠૈઙ્ઘ ષ્ઠિૈદ્બી ગાંધીનગર ખાતેથી ટિપ લાઈન સીડી કેસેટ આવી હતી. જે અંતર્ગત ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતા વીડિયો શેર કર્યાની માહિતી જાેવા મળી હતી. જે બાબતની તપાસ કરતા ઙ્મીર્હર્દૃ કંપનીના મોબાઈલ ના માધ્યમથી કટ્ઠષ્ઠીર્હ્ર્વા પર પોર્નોગ્રાફીને લગતું કન્ટેન્ટ શેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારની સામેના ભાગમાં રહેતા ભુપતભાઈ સિંગડ નામના વ્યક્તિને તપાસના કામે બોલાવતા તેના મોબાઇલમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતું કન્ટેન્ટ મળી આવતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આરોપીની અટકાયત કરી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

પોલીસની તપાસમાં આરોપી દ્વારા આચરવામાં આવેલ કૃત્ય ગુનાહિત પ્રવૃત્તિમાં તેની ગણના થાય છે તે બાબતની આરોપીને ખ્યાલ ન હોવાનું સામે આવ્યું છે. તેમજ ફેસબુક એકાઉન્ટ પણ તેને અન્ય કોઈ વ્યક્તિએ બનાવી આપ્યું હોવાનું પોલીસ સમક્ષ તેને કેફિયત આપી છે. ત્યારે સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલ મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યો છે. તો સાથે જ આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આગળના સમયમાં ન કરવાની સૂચના આરોપીને પોલીસ દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ પ્રકારના કિસ્સા ગુજરાત ભરના અન્ય શહેરોમાંથી પણ સામે આવી ચૂક્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/