fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક અકસ્માત

પૂરપાટ વેગે આવતી કારે રસ્તાની બાજુ પર ચાલતા 4 પદયાત્રીઓને અટફેટે લીધા, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, એકને ગંભીર ઈજા

ગુજરાતમાં દિનપ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. જેનું મુળ કારણ વધુ પડતી સ્પીડ, બે જવાબદારી ભર્યું ડ્રાઈવિંગ અને નશાખોરી હોવાનું અગાઉ પણ સામે આવી ચુક્યું છે. દિવાળીની રજામા યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ભીડ વધી છે સાથે હાઈવે પરના અકસ્માતો પણ વધ્યા છે. રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજ્યમાં આજે વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં જામનગર-દ્વારકા હાઈવે પર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ આજે વહેલી સવારે જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક પૂરપાટ વેગે આવતી કારે રસ્તાની બાજુ પર ચાલતા 4 પદયાત્રીઓને અટફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, અને લોકોએ પોલીસ તેમજ 108 નો કોલ કરતા 108ની ટીમ સમયસર પહોચી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર ચાલક સામે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, દિવાળીની રજામા યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ભીડ વધી છે સાથે હાઈવે પરના અકસ્માતો પણ વધ્યા છે. ત્યારે આજે દ્વારકા જતા પદયાત્રીકોને અકસ્માત નડ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/