fbpx
સૌરાષ્ટ - કચ્છ

વિંછીયા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પર સાઇડલાઇન કરવાના આક્ષેપો લગાવ્યા

પાર્ટીમાં આંતરિક વિવાદ સામે આવતાં રાજકારણ ગરમાયું

ગુજરાત ભાજપમાં ફરીવાર આંતરિક વિવાદ સામે આવ્યો છે. પાર્ટીમાં આંતરિક વિવાદ સામે આવવાને કારણે રાજકારણ ગરમાયું છે. આ વાત રાજકોટ જિલ્લાના જસદણની છે. જ્યાં વિંછીયા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિરુદ્ધ આક્ષેપો લગાવ્યા છે. ગુજરાતના કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયા પર સાઇડલાઇન કરવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પર આરોપ લગાવ્યો કે તે વર્ષો જૂના પાર્ટી કાર્યકર્તાઓને સાઇડલાઇન કરી રહ્યાં છે. મંત્રી ભાજપના જૂના કાર્યકર્તાઓને હેરાન કરવાની સાથે માનસિક ટોર્ચર કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે કુંવરજી બાવળીયા જસદણ મત વિસ્તારમાં પાર્ટીના નવા અને જૂના કાર્યકર્તાઓને પાર્ટીના કાર્યક્રમો અને પોતાનાથી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ભુપત કેરાળીયાએ કહ્યું કે રાજ્ય સરકારે કુંવરજી બાવળીયા પર વિશ્વાસ કરી તેમને મોટી જવાબદારી સોંપી છે. તે માત્ર જસદણ અને વિંછીયા પૂર્તી નથી. તેમણે કહ્યું કે બાવળીયાને જસદણ વિંછીયાના ભાજપના જૂના કાર્યકર્તાઓને ધમકાવવા માટે જવાબદારી સોંપવામાં આવી નથી. ભુપત કેરાળીયાએ કહ્યું કે કુંવરજી બાવળીયા વિરુદ્ધ પીએમ અને મુખ્યમંત્રી તથા કલેક્ટરને રજૂઆત કરી હોવાને કારણે મારી વિરુદ્ધ ખોટી અરજીઓ કરી હેરાન કરવામાં આવે છે. બીજીતરફ વિછીંયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન સાકળીયાએ ભુપત કેરાળીયાના આક્ષેપો ફગાવ્યા છે. તેમણે કહ્યું કે તમામ કાર્યક્રમમાં ભાજપના જૂના અને નવા આગેવાનોને આમંત્રણ આપવામાં આવે છે. વિછીંયા તાલુકા પ્રમુખે ભુપત કેરાળીયાના આરોપોનો પણ જવાબ આપ્યો છે. જમીનના આરોપો પર કહ્યું કે જમીન હાઈકોર્ટે ક્લીનચીટ આપેલ છે. ત્યારબાદ જંત્રી પ્રમાણે સરકારમાં પૈસા ભરી રેગ્યુલાઇઝ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/