fbpx
વિડિયો ગેલેરી

ભારતમાં રેન્સમવેરનો ખતરો વધ્યો હોવાથી સાવધાન રહેવાની સલાહ

ભારતમાં રેન્સમવેરનો ખતરો વધ્યો હોવાથી સાવધાન રહેવાની સલાહ એક ઉચ્ચ આઈપીએસ અધિકારીએ આપી હતી. ઉત્તર પ્રદેશના સાઈબર ક્રાઈમ વિભાગના એસપી ત્રિવેણી પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે ૨૦૨૦માં દુનિયાને રેન્સમવેરથી ૨૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. ભારતના યુઝર્સ સૌથી સોફ્ટ ટાર્ગેટ છે. એક વખત ખંડણી વાયરસ રેન્સમવેર મોબાઈલ કે કમ્પ્યુટર્સમાં ઘૂસી જાય છે પછી તે બિટકોઈન્સમાં ડિમાન્ડ મૂકે છે. આવી ઘટનાઓમાં દેશમાં સતત વધતી જાય છે.

આ રેન્સમવેરની મદદથી યુઝર્સનો બધો જ ડેટાનો એક્સેસ હેકર્સ પાસે જઈ ચડે છે અને તેના આધારે એ ખંડણીની માગણી કરે છે.દુનિયામાં એક કરોડ સ્માર્ટફોનમાં માલવેર ઘૂસ્યો હોવાથી જાેખમ વધ્યું છે. ગ્રિફ્ટહોર્સ નામનો માલવેર ગૂગલ પ્લે સ્ટોર અને થર્ડ પાર્ટીના પ્લેફોર્મ પરથી ઘૂસ્યો છે અને એ માલવેર હવે એક્ટિવ થયો હોવાથી ડેટાની તફડંચી થઈ રહી છે. બીજી તરફ ભારતમાં ખંડણી વાયરસ રેન્સમવેરનો ખતરો પણ વધ્યો હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું હતું. ગ્રિફ્ટહોર્સ નામના માલવેરથી દુનિયામાં હાહાકાર મચ્યો છે. એક કરોડ કરતાં વધુ મોબાઈલમાં એ માલવેર ઘૂસી ગયો હોવાનો દાવો સાઈબર સિક્યુરિટી ફર્મ ઝીમપેરિયમે કર્યો હતો.

આ ફર્મના સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે નવેમ્બર-૨૦૨૦થી આ માલવેર ઘૂસાડવાનું શરૃ થયું હતું. ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ એપ્સના માધ્યમથી એ ઘૂસાડાતો હતો. એટલું જ નહીં, થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પરથી પણ આ માલવેર મોબાઈલમાં જગ્યા કરી લેતો હતો. આ માલવેરે ઘણાં યુઝર્સના ડેટાની તફડંચી તો કરી જ છે, પરંતુ લાખો રૃપિયા પણ તફડાવી લીધા છે. યુઝરને તેના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના નામે એક ફિશ લિંક મોકલીને હેકર્સ આ માલવેરની મદદથી ઓનલાઈન છેતરપિંડી કરે છે. હાર્ટ રેટ, પલ્સ ટ્રેકર, જીપીએસ લોકેશન, ચેટ ટ્રાન્સલેટર જેવા પ્રકારની પોપ્યુલર એપ્સના માધ્યમથી આ માલવેર મોબાઈલમાં જગ્યા બનાવતો હતો અને પછી ધીમે રહીને સક્રિય થઈ જતો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/