fbpx
ગુજરાત

ખેડૂતોને ૬૦૦૦ રૂપિયાના બદલે ૧૦૦૦૦ રૂપિયા મળશે તેવી નવા બજેટમાં થઇ શકે જાહેરાત?!

કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઘણી મહત્વની જાહેરાત કરશે તેવી અપેક્ષા છે . સરકારની યોજાયો પાર સમગ્ર દેશવાસીઓની નજર ટકેલી છે. ભારત ભાઈ પટેલ જે ભરૂચ જિલ્લાના ખેડૂત છે તેમને પણ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તે ઈચ્છે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવો જાેઈએ. હાલમાં તેમને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા મળી રહ્યા છે. સરકારે તેને વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવા જાેઈએ,

તેનાથી તેમને મદદ મળશે. ભરતભાઈની જેમ દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેઓ આ બજેટને લઈને નાણામંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે. નવસારીના ભુરાભાઇ ગામીત કહે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વ્યાપ વધારવો જાેઈએ. હપ્તાની રકમ વધારવાની જરૂર છે. તેનાથી ખેડૂતોને ખેતી સંબંધિત વસ્તુઓ ખરીદવામાં મદદ મળશે. આ ઉપરાંત, પાત્રતાના માપદંડોમાં વધુ સુધારો કરવો જાેઈએ જેથી કરીને આવા ખેડૂતોને મદદ કરી શકાય જેઓ માત્ર ખેતી દ્વારા જ પોતાનું જીવનનિર્વાહ કમાય છે.

તમને જણાવી દઈએ કે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવી હતી. ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો ૧૭મો હપ્તો જાહેર કર્યો હતો. ખેડૂતો અનુસાર હજુ પણ ઘણી એવી યોજનાઓ છે જેનો સીધો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી. ખેડૂતયુ જણાવે છે કે વચેટિયાઓના વર્ચસ્વને કારણે ખેડૂતોને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પૈસા મળતા નથી. સબસિડી ડ્ઢમ્‌ હેઠળ આવે તેવી માંગ છે. અન્ય ઘણા ખેડૂતો કહે છે કે તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે વ્યાજબી દરે લોન આપવી જાેઈએ. ઉપરાંત, સરકારે એવી વ્યવસ્થા કરવી જાેઈએ કે જેમાં તેઓ કોઈપણ શરત વિના સરળતાથી લોન લઈ શકે અને તેમને તેની ચૂકવણી કરવા માટે પૂરતો સમય મળી શકે. આ સિવાય સરકારે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે સમયાંતરે મફત તાલીમ આપવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/