fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ૩૪ ગામોમાં આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પનો ૭,૦૬૯ લાભાર્થીઓએ મેળવ્યો લાભ

 અમરેલી જિલ્લા પંચાયતની ૩૪ બેઠકવાર ૩૪ ગામોમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન અમરેલી જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો ૭,૦૬૯ જરુરિયાતમંદ નાગરિકોએ લાભ મેળવ્યો હતો.વિવિધ ગામ ખાતે યોજાયેલા આ સર્વ રોગ નિદાન કેમ્પનો પ્રારંભ પદાધિકારીશ્રીઓએ કરાવ્યો હતો. લાઠી તાલુકાના મતિરાળા ગામે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી પંડ્યાએ, ચિતલ ગામે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથરે, ધારીના ધારગણી ગામે ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયાએ, લાઠીના આંબરડી ગામે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, ધારીના દલખાણીયા ગામે જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડિયા ઉપરાંત અન્ય ગામોમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સદસ્યશ્રીઓએ, સરપંચશ્રીઓ અને સ્થાનિક પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓએ શુભારંભ કરાવ્યો હતો.

અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા આયોજિત આ કેમ્પનો હાઇપરટેન્શનના ૧,૮૭૯, ડાયાબિટીસના ૧,૬૮૪, તાવના ૨૧૫ જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. એન.સી.ડી. કાર્યક્રમ હેઠળ સ્ક્રિનિંગ કરતા ઓરલ કેન્સરના ૧૬૮, બ્રેસ્ટ કેન્સરના ૧૧૪ અને સર્વાઇકલ કેન્સરના ૫૭ દર્દીઓ નોંધાયા હતા. આ કેમ્પની સાથે ૪૫૪ નવા આયુષ્માન કાર્ડ અને ૨૧૯ આયુષ્માન કાર્ડ રિન્યુ કરી આપવામાં આવ્યા હતા. ઉપરાંત ૮૨ જેટલા નવા આધાર કાર્ડ અને ૩૫૭ આધાર કાર્ડમાં સુધારો કરી આપવામાં આવ્યો હતો. હાલ ચોમાસાની ઋતુને અનુલક્ષીને ૨૦૮ ક્લોરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જેમાં એક પણ ટેસ્ટ નેગેટિવ જણાયો ન હતો.

જરુરિયાતમંદ દર્દીઓને આયુર્વેદ વિભાગ દ્વારા દવા તથા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચિતલ ગામે સગર્ભા માતાઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સર્વ રોગ નિદાન કેમ્પમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશ્યિન, મેલ-ફિમેલ સુપરવાઇઝર, સી.એચ.ઓ. તથા મેલ-ફિમેલ વર્કર અને આશા બહેનોની ટીમ બનાવી કામગીરી કરવામાં આવી હતી.

આ કેમ્પોમાં આરોગ્યલક્ષી બાબતોએ લોકોમાં જાગૃત્તિ કેળવાય તે માટેના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મહત્તમ લોકો લાભ મેળવે તે માટે વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવ્યો હતો, તેમ અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/