અમરેલી જિલ્લામાં કોરોના વધુ 22 કેસઃ કુલ 3153 પોઝિટિવ કેસ નોંધાયા
અમરેલી જિલ્લામાં આજે પાછો પોઝિટિવ કેસમાં ઉછાળો આવ્યો આજે 22 પોઝિટિવ કેસ નોંધાયા સામે 17 કેસો ડિસ્ચાર્જ. સતત ત્રીજા દિવસે પણ પોઝિટિવ કેસમાં સારી રિકવરી આવી.
આજે ફરી પોઝિટિવ કેસોમાં ઉછાળો આવ્યો આજે 22 પોઝટિવ કેસ નોંધાયા 17 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામાં આજે અચાનક પોઝિટિવ કેસો માં ઉછાળો જોવા મળ્યો હતો. માસ્ક ફરજીયાત પહેરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખો. અત્યારે માસ્ક જ વેકસીન છે. અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેવાને કારણે લોકો માસ્ક પહેરીને બહાર નીકળે અને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અચૂક કરી ગંભીરતા દર્શાવે. અમરેલી જિલ્લા માટે રાહતના સમાચાર છે કે સતત ત્રીજા દિવસે પણ પોઝિટિવ કેસમાં સારી રિકવરી આવી છે. આજ તા.1 ડિસેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 181 દર્દીઓ છે. આજે 17 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 35 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3153 પર પહોંચી છે.
Recent Comments