fbpx
અમરેલી

અમરેલીની પાંજરાપોળ-ગૌશાળામાં દાતાઓનાં સહયોગથી ગૌમાતાને મિસ્‍ટ ભોજન-લાપસી ધરવામાં આવી

ધારી-બગસરાનાં નવનિયુકત ધારાસભ્‍ય જે.વી. કાકડીયાની ઉપસ્‍થિતિમાં ખૂટખુડીયા પરિવારે રૂપિયા 4.34 લાખનું અનુદાન આપેલ ખૂટખુડીયા પરિવારે રૂપિયા 4.34 લાખનું અનુદાન આપેલ

અમરેલીની પાંજરાપોળ ગૌશાળામાં અમદાવાદ સ્‍થિત સુશીલાબેન ખૂટખુડીયા (બ્રહ્મક્ષત્રિય) તરફથી ગૌશાળામાં નવનિર્મિત શેડને તેમના સ્‍વ. પતિ છબીલદાસ છોટાલાલ ખૂટખુડીયા (બ્રહ્મક્ષત્રિય)ના નામ સાથે જોડવા ભભશિવાર્પણભભના નામે રૂા. 4,34,પ00નું અનુદાન મળેલ હતું. ઉપરાંત અમરેલીનાં રહીશ સોનમબેન હાર્દિકભાઈ દિલીપભાઈ છગને ત્‍યાં પુત્ર રત્‍ન (લક્ષ્મીજી)નોઅવતરણ થતાં તેમજ નયનાબેનના શુભ લગ્નપ્રસંગે તેમના તરફથી શ્રીમતી ભાવિકાબેન સેલાણી તથા નિતાબેન સેદાણી તરફથી કન્‍યાદાનની ખુશાલીમાં ગૌમાતાને ભભમિષ્‍ટ ભોજન-લાપસીભભનો ભોગ આપવાનો અને ભભશિવાર્પણ શેડભભનું ઉદઘાટન એમ એક કોરોનાની મહામારીને ઘ્‍યાનમાં રાખીને એક કાર્યક્રમનું આયોજન પાંજરાપોળ ગૌશાળાનાં પટાંગણમાં કરવામાં આવેલ હતું. આ શુભ પ્રસંગે ઉદઘાટક તરીકે ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા ઉપરાંત સામાજિક અગ્રણી, ઉદ્યોગપતિ ગજેન્‍દ્રભાઈ દેસાઈ, સામાજિક કાર્યકર એમ.કે. સાવલીયા, ચતુરભાઈ ખૂંટ, મેહુલભાઈ દેસાઈ, શિક્ષણવિદ આર.એલ. કાચા, રોટરી કલબ અમરેલી સીટીના પ્રમુખ હિરેન મોદી તેમજ હાર્દિકભાઈ છગ, કોકીલાબેન છગ, ધર્મિષ્ઠાબેન બોસમીયા, ડો. ભવનેશભાઈ ભટ્ટ વગેરે ખાસ ઉપસ્‍થિત રહૃાાં હતા. ઉદઘાટક કાકડીયાએ તેમના ઉદબોધનમાં જણાવેલ હતું કે, આપણે દરેક ઘરે એક ગાયને સાચવવી જ જોઈએ. જો તમે ગાયને સાચવશો તો તમે કયારેય દુઃખી નહી થાઓ જે માતાની સેવા કરે, સાચવે તેમને બ્રહ્માંડના 33 કરોડ દેવતા સહાય કરે છે. તો ગાયમાતામાં તો 33 કરોડ દેવતાનો વાસ છે તો આપણે તેમને કેમ ન સાચવીએ ? ત્‍યારબાદ અંતમાં સંસ્‍થાના ટ્રસ્‍ટી વસંતભાઈ પોકળે આ કોરોનાની મહામારીમાંથી સમગ્ર વિશ્‍વ મુકત થાય તેવી ગૌમાતાનાં ચરણોમાં પ્રાર્થના કરી સૌ પધારેલા મહાનુભાવોનો આભાર માન્‍યો હતો. ગૌસેવા માટેના આવાને અનેક ઉદઘાટનો થતાં રહે તેવી આશા સાથે સમગ્ર કાર્યક્રમને વિરામ આપેલ હતો. આ તકે ગજેન્‍દ્રભાઈ દેસાઈ તરફથી અગીયાર હજાર, મુકેશભાઈ જીવરાજભાઈ પરીખ તરફથી પાંચ હજાર, પરીખ ભાણજી વનમાળી પરિવાર તરફથી સાડા સતા હજાર, પાર્વતીબેન ભીખભાઈ નસીત અને ગીતાબેન રતિલાલ ભવાની તરફથી દસ હજાર, લતાબેન નંદલાલભાઈ પોપટની 8મી પૂણ્‍યતિથિ નિમિતે બાર હજાર એકસો તેમજ હર્ષદરાય જેઠાલાલ દેસાઈની સ્‍મૃતિમાં મેહુલભાઈ દેસાઈ તરફથી અગીયાર હજારની ગૌસેવાની સેવા મળી હતી. તમામ કાર્યક્રમના સફળસંચાલનમાં સંસ્‍થાના તમામ ટ્રસ્‍ટી, મંત્રી, કર્મચારીઓ સહભાગી બન્‍યા હતા          તેમ બાલકભાઈ શુકલની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts