fbpx
અમરેલી

સરકાર ગંભીર ઘટના ઘટે ત્યારબાદ જ જાગે ફાયર સેફટીનું એનઓસી વગરની 150 બિલ્ડીંગ અમરેલી પાલિકા વિસ્તારમાં જ

રાજકોટની કોવિડ હોસ્પિટલમા આગથી દર્દીઓના મોતની ઘટના બાદ સરકારમાથી મળેલા આદેશ પછી અમરેલીમા પાલિકાએ છેલ્લા બે દિવસથી ફાયર સેફટી અંગે સઘન ચેકીંગ હાથ ધર્યુ છે. શહેરમા 150 જેટલા સ્થળોએ ફાયર સેફટીના એનઓસી જ લેવામા આવ્યા ન હોય પાલિકા દ્વારા તમામને નોટીસ ફટકારાઇ છે. નવાઇની વાત એ છે કે અહી હોસ્પિટલથી લઇ બેંક અને શાળાઓ પણ ફાયર સેફટીના એનઓસી વગર જ ચાલી રહી છે.

આમ પણ સરકાર ગંભીર ઘટના ઘટે ત્યારબાદ જ જાગે છે. બહુમાળી ઇમારતો કે વ્યાપારી સંસ્થા તથા લોકોની અવરજવરવાળી સંસ્થાઓમા ફાયર સેફટીનુ એનઓસી અનિર્વાય હોવા છતા અમરેલીમા આ નિયમને જાણે ઘોળીને પી જવાયો છે. અહી હોસ્પિટલથી માંડી શાળા કે બહુમાળી ઇમારતો એકપણ સ્થળે પાલિકાનુ એનઓસી લેવામા આવ્યું નથી. રાજકોટની ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. અમરેલી નગરપાલિકાની ફાયર શાખા દ્વારા શહેરમા જુદાજુદા વિસ્તારમા આ પ્રકારની બિલ્ડીંગ અને સંસ્થાઓમા વ્યાપક પ્રમાણમા ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યું છે. અને ફાયર સેફટીના પુરતા સાધનો ન હોય કે એનઓસી ન હોય તેવા કારણોસર નોટીસ ફટકારવામા આવી રહી છે. છેલ્લા બે દિવસમા જ પાલિકા દ્વારા 150 વ્યાપારી સંસ્થાનોને આવી નોટીસ ફટકારાઇ છે. આશ્ચર્યની વાત એ છે કે અમરેલીની એકપણ હોસ્પિટલે પાલિકાની ફાયર શાખાનુ એનઓસી મેળવ્યું નથી. આવી જ રીતે એકપણ શાળાએ પણ એનઓસી મેળવ્યું નથી. આ ઉપરાંત વિવિધ સરકારી ઇમારતો, હોટેલ અને રેસ્ટોરેન્ટ, સિનેમા હોલ અને અન્ય વ્યાપારી સંસ્થાઓને પણ નોટીસ ફટકારવામા આવી રહી છે

ReplyForward

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/