fbpx
અમરેલી

પત્નીની પુણ્યતિથિ નિમિત્તે પર્યાવરણપ્રેમી પતિ દ્વારા ચબુતરાનું દાન

નર્મદેશ્વર મહાદેવ અને સરદારનગરના કોમનપ્લોટમાં સ્વ.ઉષાબેન ભટ્ટના સ્મર્ણાર્થે બે ચણઘરનું સ્થાપન ધારી વેકરીયાપરા પ્રાથમિક શાળાના પૂર્વઆચાર્ય સ્વ.ઉષાબેન ભટ્ટની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે પ્રકૃતિપ્રેમી પતિ અજીતભાઈ ભટ્ટ દ્વારા નર્મદેશ્વર મહાદેવના પટ્ટાંગણમાં અને સરદારનગરના કોમનપ્લોટમાં ચબુતરાનું દાન કરી સમાજને નવી રાહ ચીંધતો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા પક્ષી  ચણઘર લોકાર્પણ કાર્યક્રમ નર્મદેશ્વર મહાદેવના પટ્ટાંગણમાં યોજાયો હતો મંદિરના પૂજારી સોમવારગિરિબાપુ દ્વારા દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં લોખંડના બે ચબુતરાનું દાન અજીતભાઈ ભટ્ટ દ્વારા તેમના સ્વર્ગસ્થ પત્ની ઉષાબેન ભટ્ટના સ્મર્ણાર્થે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને પૂર્વધારાસભ્ય મનસુખભાઈ ભૂવા, જિલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઈ વાળા, ઉપસરપંચ અને સાધુસમાજના પ્રમુખ જીજ્ઞેશગિરિ ગોસાઈ, વેકરીયાપરાના સરપંચ દક્ષેસભાઈ ભૂવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમના આયોજક અજીતભાઈ ભટ્ટ પોતે પક્ષીપ્રેમી અને બર્ડ ફોટોગ્રાફર હોય તેમના આ સ્તુત્ય કાર્યને આવકારતા મનસુખભાઈ ભૂવા દ્વારા આવતી એ.ટી.વી.ટી.માંથી એકલાખ રૂપિયા ફાળવી ધારીમાં કુલ ૧૫ સ્થળો પર પક્ષીચણ ઘર મુકવા જોમ પુરો પાડતો વિચાર રજુ કરેલ જેને ઉપસ્થિતો એ આવકારેલ કાર્યક્રમમાં સાંઈ સત્સંગમંડળની બહેનો વેકરીયાપરા પ્રાથમિક શાળાનો સ્ટાફ હોર્નીબલ નેચર ક્લબના સદસ્યો પત્રકાર કાંતિલાલ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન આશીષભાઈ તેજાણી એ કર્યુ હતું આભારવિધિ નરેન્દ્રભાઈ જોટાંગીયા એ કર્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/