નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને “ડૉ. અબ્દુલ કલામ ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા”ની શુભેચ્છા મુલાકાત દિલીપભાઇ સંઘાણી
તા.11/12/2020 શુક્રવારના રોજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તેમજ
એન.સી.યુ.આઈ. તથા ગુજ્કોમાસોલ ચેરમેન, સહકાર શિરોમણિ, વાઇસ ચેરમેન-
ઇફકો,પૂર્વ સાંસદ-લોકસભા અને ચેરમેન-મધ્યસ્થ સહકારી બેંક-અમરેલી તથા
તેમની સાથે રામભાઈ સોનેપરા દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત
અને નવનિર્મિત “ડૉ. અબ્દુલ કલામ ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા”ની શુભેચ્છા
મુલાકાત કરવામાં આવી. આ સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમરેલીના
ચેરમેનશ્રી જે.પી.સોજીત્રાસાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ
અદ્યતન પ્રયોગશાળા વિષે શ્રી દિલીપભાઈ સંઘાણીસાહેબને માહિતગાર કર્યા હતા.
શ્રી જે.પી.સોજીત્રાસાહેબના નેતૃત્વ હેઠળ નાગર પ્રાથમિક શિક્ષણ
સમિતિ- અમરેલીની શાળાઓની ભૌતિક સુવિધા-સુરક્ષા-સલામતી-શૈક્ષણિક એમ
દરેક ક્ષેત્રે નોંધક્ષેત્ર પ્રગતિ થઈ છે ત્યારે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો
માટે કોઈપણ નગર શિક્ષણ સમિતિના ચેરમેન ભાગ્યેજ આવો અંગત રસ દાખવે
છે ત્યારે તેમના દ્વારા આવી નમૂનેદાર ગણિત-વિજ્ઞાન લેબ બનાવવા બદલ શ્રી
દિલીપભાઈ સંઘાણીએ ચેરમેન જે.પી.સોજીત્રાને અભિનંદન આપ્યા હતા
અને તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ન.પ્રા.શિ.સ.-અમરેલીની શાળાઓ
ઊતરોતર પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ પાઠવી હતી.
આ શુભેચ્છા મુલાકાત બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-
અમરેલીના ચેરમેનશ્રી જે.પી.સોજીત્રા દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો
હતો.
Recent Comments