fbpx
અમરેલી

કુંકાવાવ ખાતે પૂર્વમંત્રી બાવકુભાઈની ઉપસ્‍થિતિમાં ખેડૂત કલ્‍યાણ કાર્યક્રમ યોજાયો

કુંકાવાવ ખાતે પૂર્વમંત્રી બાવકુભાઈની ઉપસ્‍થિતિમાં ખેડૂત કલ્‍યાણ કાર્યક્રમ યોજાયો કુંકાવાવમાં આજે ખેડૂત કલ્‍યાણ કાર્યક્રમ પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંઘાડના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. જેમાં ખેડૂતોને સરકારની વિવિધ યોજનામાં મળતી સહાય અને સબસીડી તેમજ ખેડૂતો માટે ઉપયોગી અનેક યોજનાની જાણકારી પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંઘાડે આપી હતી. જયારે વહીવટી તંત્ર વડીયા મામલતદાર ઓફિસ, કુંકાવાવ તાલુકા પંચાયત તથા આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જયારે આ પ્રસંગે રાજયઅને કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાનું માર્ગદર્શન વિશાળ સ્‍ક્રીન ઉપર દર્શાવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જયારે તાલુકા ભરમાંથી પધારેલ વિવિધ યોજનાના લાભાર્થીને બાવકુભાઈ ઉંઘાડના હસ્‍તે સાધનોની સહાય અર્પણ કરવામાં આવી હતી. આમ અટલ બિહારી બાજપાઈના જન્‍મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણીના ભાગ રૂપે તાલુકા ભરના આગેવાનો, સરપંચો, ખેડૂતો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts