fbpx
અમરેલી

અમરેલીની ગેસ એજન્‍સીમાં કામ કરતાં યુવકનું અપહરણ કરનાર આરોપીઓ ઝડપાયા

એસપીનાં માર્ગદર્શનતળે એલસીબીએ સપાટો બોલાવ્‍યો અમરેલીની ગેસ એજન્‍સીમાં કામ કરતાં યુવકનું અપહરણ કરનાર આરોપીઓ ઝડપાયા ગણતરીની મિનિટોમાં યુવકને સહી-સલામત છોડાવ્‍યો અમરેલી ગેસ એજન્‍સીમાં કામ કરતા રાજસ્‍થાની ઇસમને મારવાના ઇરાદે તેનું અપહરણ થયેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે ગુન્‍હાની ગંભીરતાને ઘ્‍યાને લઇ, આ ગુન્‍હાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી, અપહ્યત વ્‍યક્‍તિને સહી-સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી, રેપીડ એકશન પ્‍લાન તૈયાર કરેલ હોય. જે પ્‍લાન મુજબ જિલ્‍લાના તમામ એન્‍ટ્રી તથા એકઝીટ પોઇન્‍ટ પર નાકાબંધી કરાવી, જિલ્‍લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી, આરોપીઓ અને અપહ્યત વ્‍યકિત અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે. કરમટા તથા પો.સ.ઇ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા અપહરણકારોને ગુન્‍હામાં વપરાયેલ ફોરવ્‍હીલ કાર સાથે પકડી પાડી, અપહરણ થયેલ વ્‍યકિતને વડીયા તાલુકાના ચોકી ચાર રસ્‍તા પાસેથી સહી-સલામત છોડાવેલ છે. વિગત એવા પ્રકારની છે કે, આરોપી વિકાસ મોહનરામ બિશ્નોઇની બહેન સાથે અમરેલીમાં રહેતો અને ગેસ એજન્‍સીમાં કામ કરતો સુનિલકુમાર માંગીરામ બિશ્નોઇ  ફોનમાં વાત-ચીત કરતો હોય, જે કારણે આ કામના આરોપીઓ વિકાસ મોહનરામ બિશ્નોઇ, અશોક ઉર્ફે રમણ ઓમપ્રકાશ બિશ્નોઇ, પ્રકાશ ભંવરલાલ બિશ્નોઈ,  અશોકમોહનરામ બિશ્નોઇ તથા સુભાષ મોહનરામ બિશ્નોઇ એમ પાંચેય ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચી, સુનિલકુમાર માંગીરામ બિશ્નોઇને મારવાનું ગુનાહિત કાવતરુ ઘડી, વડીયા તાલુકાના બરવાળા બાવીશી ગામેથી સુનિલકુમારની સાથે રહેતા નૈનારામ પુનારામ બિશ્નોઇ તથા કમલેશ રામપ્રતાપ બિશ્નોઇને બળજબરીથી કારમાં બેસાડી, બાબાપુર ગામના પાટીયા પાસે લાવી, ત્‍યાંથી નૈનારામ પુનારામને ધમકી આપી, તેની પાસે તેના મોબાઇલ ફોનમાંથી સુનિલકુમાર ઉપર ફોન કરાવી, પોતાનું મોટર સાયકલ બંધ પડી ગયેલ હોય, તેને લેવા માટે બહાનુ કરી, બોલાવતાં, સુનિલકુમાર માંગીલાલ બિશ્નોઇ તથા સુનિલ મોહનરામ ખીચડ (બિશ્નોઇ) મોટર સાયકલ ઉપર બાબાપુરના પાટીયા પાસે આવતાં, સુનિલકુમારને આરોપીઓએ માર મારી, મારવાના ઇરાદે કાર રજી.નંબર એમએચ-03 એઆર 17પપ માં અપહરણ કરી, લઇ જઇ ગુન્‍હો કરેલ હોય. જે અંગે નૈનારામ પુનારામ બિશ્નોઇ રહે. મુળ રાજસ્‍થાન, હાલ અમરેલીવાળાએ વડીયા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ લખાવતાં તા. ર4 ના રોજ વડીયામાં ગુન્‍હો રજી. થયેલ છે. આ બનાવમાં આરોપી અશોક મોહનરામ બિશ્નોઇ, પ્રકાશ ભંવરલાલ બિશ્નોઇ, રાજસ્‍થાન વાળાની અટકાયત થઈ છે.જયારે આરોપી  વિકાસ મોહનરામ બિશ્નોઇ, અશોક ઓમપ્રકાશ બિશ્નોઇ, સુભાષ મોહનરામ બિશ્નોઇ, રાજસ્‍થાન વાળાની પોલીસે શોધખોળઆદરી છે. અમરેલી એલ.સી.બી. ટીમે ટેકનિકલ સોર્સથી ભોગ બનનાર સુનિલકુમાર બિશ્નોઇનું પગેરૂં શોધી કાઢી, ચોકી ચાર રસ્‍તા પાસેથી તેમને સહી-સલામત છોડાવેલ છે અને ઉપરોકત ઝડપાયેલ બંને આરોપીઓને પકડી પાડી, વડીયા પો.સ્‍ટે.માં વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે તેમજ આ અપહરણના ગુન્‍હામાં સંડોવાયેલ અન્‍ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

Follow Me:

Related Posts