fbpx
અમરેલી

દામનગર પટેલ વાડી ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા સાંસદ સહિત ના મહાનુભવો નું અઢારે આલમ દ્વારા સત્કાર સમારોહ યોજાયો હતો

દામનગર પટેલવાડી ખાતે જય દ્વારકાધીશ  મિત્ર મંડળ આયોજિત સત્કાર સમારોહ કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન સાથે  નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા જિલ્લા સાંસદ નારણભાઇ કાછડીયા અમરડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા પૂર્વ તાલુકા પ્રમુખ જનકભાઈ તળાવીયા માલધારી અગ્રણી રાજુભાઇ ભુવા મનીષભાઈ સંઘાણી નું અઢારે આલ્મ દ્વારા શિલ્ડ શાલ અને પુષ્પગુંચ થી વિશિષ્ટ સન્માન કરાયું 

આ સન્માન સમારોહ માં અઢારે આલમ માં સમાજ દામનગર શહેર ની તમામ જ્ઞાતિ ના અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ વિવિધ યુવા  સંગઠનો સહિત ની હાજરી માં શહેર ની અઢારે આલમ ની હાજરી માં નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સાંસદ અને વિવિધ પદાઅધિકારી ઓ સંગઠનો મોરચા ગ્રામ્ય અને શહેરી અગ્રણી ની ઉપસ્થિતિ જોવા મળી હતી 
આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઈ ઉત્સાહ પ્રેરક જુસ્સો વધારતા અગ્રણી ઓનું યુવાનો ને આહવાન સંગઠન માં સમર્પિત કાર્યકર્તા ની મહેનત થી ખુશી વ્યક્ત કરતા સાંસદ સહિત ના અગ્રણી ઓએ આગામી સ્થાનિક પાલિકા માં ભાજપ નું શાશન સ્થપવા એકબની વિજય મેળવો નો સંદેશ આપ્યો હતો 

Follow Me:

Related Posts