fbpx
અમરેલી

અમરેલીમાં કોંગીજનોએ કોંગ્રેસનાં સ્‍થાપનાદિનની ઉજવણી કરી

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 136માં સ્‍થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ  યોજાયેલ હતો  188પમાં ઇન્‍ડિયન સિવિલ સર્વિસ ઓફિસર એલન ઓ.હ્યુમ દ્વારા બ્રીટીશરોથી ભારતને મુક્‍તતકરવાના વિચાર સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્‍થાપના કરવામાં આવેલ હતી. તેજપાલ સંસ્‍કૃત કોલેજ, મુંબઈ ખાતે ભારતના 7ર પ્રબુદ્ધ અગ્રણીઓએ સાથે મળી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્‍થાપના કરી હતી. વ્‍યોમેશ ચંદ્ર  બેનર્જી  કોંગેસ ના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્‍યા હતા. ભારતના લોકોને નાગરિક તરીકેના હક્કો, બંધારણીય અધિકારો, ભારતના લોકોની હાલતમાં સુધારો કરવા અર્થ તંત્રમાં સુધારો, કરવા કાર્યક્ષમ રીતે કામ કરવા કોંગ્રેસની પ્રથમ મીટીંગમાં ઠરાવવામાં આવ્‍યુ  હતું. કોંગ્રેસ પ્રમુખ તરીકે દાદા ભાઈ નવરોજી, બદરુદીન તૈયબજી, સુરેન્‍દ્રનાથ બેનર્જી, ગોપાલ ક્રિશ્ન ગોખલે, રાસબિહારી ધોષ, પંડિત મદન મોહન માલવિય, એન્ની બેસન્‍ટ, મોતીલાલ નેહરુ, લાલા લજપતરાય, અબ્‍દુલ કલમ આઝાદ, મહાત્‍મા ગાંધી, સરોજીની નાયડુ, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્‍દ્ર પ્રસાદ, સુભાષ ચંદ્ર બોઝ, ઇન્‍દિરા ગાંધી, કે. કામરાજ, રાજીવ ગાંધી જેવા મહાનુભાવોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદની શોભામાં અભીવૃદ્ધિ કરેલ હતી. હાલમાં સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે કાર્યરત છે. ભારતીય રાજનીતિમાં કોંગ્રેસ પક્ષનો      ગૌરવશાળી ઈતિહાસ રહેલો છે. સ્‍વતંત્ર ભારત માટે અંગ્રેજો ભારત છોડો આંદોલન, દાંડી સત્‍યાગ્રહ, 1971નું પાકિસ્‍તાન સાથેનું યુદ્ધમાંજીત મેળવી પાકિસ્‍તાનના ટુકડા કરી બાંગ્‍લાદેશનું સર્જન, પંચવર્ષીય યોજનાઓ થકી ભારત નિર્માણ, અને ભારત દેશને શિક્ષણ, વિજ્ઞાન, આરોગ્‍ય, પ્રશાસનીય સુધારા જેવા કર્યો કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે. અને વિશ્વમાં ભારતનું સન્‍માન જળવાય તેવા નિરંતર પ્રયાસો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કેવા આવેલ છે. આમ કોંગ્રેસ પક્ષ એક ગૌરવશાળી ઈતિહાસ ધરાવે છે. આ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા, જી.પ. સદસ્‍ય અને પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઇ વરુ, મનીષભાઈ ભંડેરી, જનકભાઈ પંડયા, અરવિંદભાઈ સીતાપરા, મુઝ્‍ઝફર હુસેન સૈયદ, નરેશ અઘ્‍યારુ, પંકજ રોકડ, હિરેન ટીમાંણીયા, નારણભાઈ મકવાણા, આર.બી. ગોહિલ, જે.પી. સોજીત્રા, પ્રકાશ લાખાણી સહીતના કોંગ્રેસ અગ્રણીઓ, કોરોના નિયમાનુસાર હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/