fbpx
અમરેલી

જાફરાબાદ બાર એસોસિયેશનની વાર્ષિક સામાન્ય સભાની બેઠક મળી

તારીખઃ ૨૯.૧૨.૨૦૨૦ ના રોજ પ્રમુખશ્રી કિર્તીભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને   કોર્ટના વકીલ રુમમાં જાફરાબાદ બાર એસોસિયેશનની વાર્ષિક સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવેલ. જેમાં    દિપકભાઈ વરુ, શૈલેષભાઇ વઢવાણા, લક્ષ્મણભાઈ મહિડા, દિલીપભાઈ બારૈયા, ઈમરાનભાઈ ગાહા, વિશાલભાઈ ગંગાજળીયા, નરેશભાઇ મોડાસીયા, નાજાભાઈ ખસીયા, ભરતભાઈ મહિડા, મધુ ભાઈ, મહેશ ભાઈ, બાલક્રિષ્ન ભાઈ, પઢીયાર ભાઈ  વિગેરે વકીલમિત્રો હાજર રહેલ જેમાં  આગામી વર્ષ ૨૦૨૧ના હોદેદારોની વરણી કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે શ્રી દિપકભાઈ વરુ, ઉપપ્રમુખ તરીકે શ્રી શૈલેષભાઇ વઢવાણા, સેક્રેટરી તરીકે શ્રી દિલીપભાઈ બારૈયા તથા ખજાનચી અને લાઈબ્રેરીયન  તરીકે શ્રી લક્ષ્મણભાઈ મહિડાની બહુમતીથી વરણી કરવામાં આવી. જેને તમામ વકીલમિત્રોએ આવકારેલ. પ્રમુખ તરીકે નિવૃત થતાં શ્રી કિર્તીભાઈ બારૈયાની કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ અને નવા પ્રમુખ તરીકે વરણી થયેલ શ્રી દિપકભાઈ વરુને શુભેચ્છા પાઠવેલ. ચા નાસ્તો કર્યા બાદ સભા બરખાસ્ત કરવામાં આવેલ..

Follow Me:

Related Posts