fbpx
અમરેલી

વિવિધ વાદન સ્પર્ધાઓમાં ભાગ લેવા આગામી ૧૫ જાન્યુઆરી સુધીમાં કૃતિઓ મોકલવાની રહેશે

આગામી ૧૫ જાન્યુઆરી સુધી જિલ્લાકક્ષાની સ્પર્ધા તથા ૨૨ જાન્યુઆરીના રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે

કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસ એપ, ઈન્સ્ટાગ્રામ, તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા, એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ”ની નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાને ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડીઓ ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવીઝન તેમજ સોશીયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

રમત ગમત વિભાગ દ્વારા “વાદન (વાંસળી – ૫ મિનીટ), (તબલા- ૭ મિનીટ), (હાર્મોનિયમ (હળવું) ૬- મિનીટ) સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં ૬ થી ૧૪ વર્ષ સુધીના, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ વર્ષથી ૫૯ વર્ષ, તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઇ શકશે. ઉક્ત સ્પર્ધાનાં કલાકારોએ પોતાનું નામ, સરનામું મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આઈડી, સ્કૂલનું નામ અને સરનામું વગેરે બાબતનો વિડીઓ કલીપમાં ઉલ્લેખ કરવાનો રહેશે. વિડીઓ કલીપ તૈયાર કરી તા.૧૫-૦૧-૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમનં.૧૧૦/૧૧૧,અમરેલી ખાતે મોકલવાની રહેશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦/- તેમજ તૃતીય ઇનામ વિજેતાને રૂ. ૫૦૦/- ઇનામ આપવામાં આવશે.

રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ|.૨૫૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ|.૧૫૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ|.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ|.૫૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. વધુ માહિતી માટે કચેરીનો ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર સંપર્ક કરવો અથવા ફેસબૂક પેજ https://www.facebook.com/mobile2sports  તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rK ensUaz-g પરથી મળી શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/