fbpx
અમરેલી

ઘેર ઘેર પુસ્તક પરબ ના પ્રણેતા સ્વ પ્રતાપભાઈ પંડયા ના આદર્શો નું આચરણ કરતા યુવાન ભૂમિર બોસમિયા એ દસ હજાર નો પુસ્તક સંપુટ દામનગર ની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને અર્પણ કર્યા

દામનગર ધરે ઘેર પુસ્તક પરબ ના પ્રણેતા સ્વ પ્રતાપભાઈ પંડયા ના અનન્ય ચાહક ભૂમિર બોસમિયા ને ઘેર  ઘેર પુસ્તક પ્રવૃત્તિ ની મુહિમ ચલાવનાર સ્વ પ્રતાપભાઈ પંડયા તરફ થી મળેલ પુસ્તક સંપુટ દામનગર ની ગૌરવવંતી સાહિત્ય સંસ્થા  શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને જાહેર હિત માટે આજરોજ અર્પણ કર્યા હતો જીવન વિકાસ અને સર્જનાત્મક પુસ્તકો ની વિશાળ શુખંલા નો સંપુટ અર્પણ કરતા દામનગર શહેર ની વાંચન પ્રેમી  જનતા તેમજ સંસ્થા ના ટ્રસ્ટી ઓમાં ખુશી વ્યાપી હતી ઘેર ઘેર પુસ્તક પરબ ના પ્રણેતા સ્વ પ્રતાપભાઈ પંડયા ની પુસ્તક મુહિમ અને તેના ઉદાર હેતુ ને ફળીભૂત કરતા યુવાન ભૂમિરભાઈ બોસમિયા ને સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા જીવનભાઈ હકાણી નટવરગિરીબાપુ ગોસ્વામી નટુભાઈ ભાતિયા વસંતભાઈ ડોબરીયા સહિત ના ટ્રસ્ટી શ્રીઓ એ અભિનંદન પાઠવી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી  આ તકે શિક્ષક જયુભાઈ જોશી ગણેશભાઈ નારોલા સહિત વાચક તેમજ કર્મચારી ઓમાં આનંદ ની લાગણી વ્યાપી ગઈ હતી 

Follow Me:

Related Posts