fbpx
અમરેલી

અમરેલી ની ડો કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા મહામારી ના ૧૮ લાખ મૃતકો ને શાસ્ત્રોક્ત વિધિ થી સામુહિક શ્રધાંજલિ અર્પી નવો રેકોર્ડ કર્યો

ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા પ્રેયર ફોર પીસ કાર્યક્રમ દ્વાર   કોરોના મહામારી માં સમગ્ર વિશ્વમાં મૃત્યુ પામેલા ૧૮ લાખ મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

સમગ્ર વિશ્વ જ્યારે નવા વર્ષ ની ઉજવણી માં વ્યસ્ત છે ત્યારે ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા વસુદેવ કુટુમ્બકમ ની ભાવના સાથે ૧૮ લાખ લોકો ને શાસ્ત્રોક્ત રીતે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
એક સાથે ૧૮ લાખ લોકો ને શ્રધ્ધાંજલી અર્પણ થઈ હોય તેવી આ વિશ્વ ની પ્રથમ પહેલ અમરેલી માં ડો. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા કરવામાં આવી સમગ્ર વિશ્વ ની સામે અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
કહેવાય છે કે પ્રાર્થના માં ખૂબ મોટી તાકાત છે ત્યારે  ઉપસ્થિત સૌ કોઈ દ્વારા દિલ થી કરેલી પ્રાર્થના આ ૧૮ લાખ આત્માઓ સુધી પહોંચશે અને તેમના આત્માને શાંતિ પ્રાપ્ત થશે તે નિશંક છે. ભારતીય સંસ્કૃતિ ની વિચારધારા આજે પણ આ યુવાનો માં અને નવી પેઢી માં જીવંત છે તે સૌ ભારતવાસી માટે ગૌરવપ્રદ બાબત છે. આ કાર્યક્રમ ખૂબ મર્યાદિત સંખ્યામાં સોશીયલ ડિસ્ટન્સ અને સરકારશ્રી ના આદેશ નું પાલન કરી અને મંજૂરી સાથે કરવામાં આવેલ.
કાર્યક્રમ માં સૌ પ્રથમ મૃતકો માટે વિદ્વાન શાસ્ત્રી શ્રી પ્રમોદભાઈ દ્વારા આત્માની શાંતિ માટે પાઠ નું પઠન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત સૌ કોઈ રાજકીય સામાજિક, તબીબી ક્ષેત્રના અને શૈક્ષણિક અગ્રણીઓ દ્વારા ૧૮ લાખ મૃતકો ના આત્મા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં ની સાથે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.
અમારી લાગણી સમજી અને આ અનોખી શ્રધ્ધાંજલી ના કાર્યક્રમ ને વાસ્તવિક રૂપ માં પરિવર્તિત કરવા માટે પરવાનગી આપનાર  જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક સર અને અમરેલી પોલીસ પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશન અમરેલી નો ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી ની ટીમ આભાર વ્યકત કરે છે.
આ અનોખી શ્રધ્ધાંજલી અમરેલી કે દેશ સુધી સીમિત ના રેહતા સમગ્ર વિશ્વ સામે એક અનોખું ઉદાહરણ પૂરું પાડવાની સાથે લોકો માટે પ્રેરક પુરવાર થશે.
આ તકે ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક ના ફાઉન્ડર શ્રી કેવલભાઇ મેહતા અને સમગ્ર ટીમ દ્વારા સૌ કોઈ નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/