fbpx
અમરેલી

સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવોનું અનેરું અભિયાન. પર્યાવરણ પ્રેમી સતીશ પાંડે દ્વારા પ્રતિ વર્ષ ઉત્તરાયણ પ્રસંગે પક્ષીઓનાં સંવર્ધન માટે એક અનોખી ડ્રાઈવ

ભલે વિહરે ઊંચે આભે આ  પક્ષીઓની વણઝાર છે,રહે ગુંજતો સદાય આ પર્વ ઉત્તરાયણનો પણ પવિત્ર તહેવાર છે…   – – “પાંધી સર”આમ તો સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ એટલે પર્યાવરણનું જતન કરનારી અનેરી સંસ્થા. આમ તો ખાસ કરીને મકરસંક્રાંતિનું પર્વ એટલે હિન્દુ સંસ્કૃતિનું પાવન પર્વ ગણાય છે. સૂર્યનું ઉત્તર દિશામાં પ્રયાણ એ જ શુભ તત્વનું પરિમાણ છે. આ સમય દરમ્યાન દાન પુણ્ય નો મહિમા પણ અનેરો છે. ખાસ કરીને મુંગા અને અબોલ જીવોનું જતન એટલે જ સંક્રાંતનો સમય છે. જો કે ઘણાં વર્ષોથી આપણાં દેશમાં આ સમય દરમ્યાન ઊંચે આકાશમાં પતંગો ઉડાડવાની પરંપરા પણ ચાલુ છે. જો કે પતંગ રસિયાઓ પણ જાત જાતના વિવિધ પ્રકારના પતંગો આકાશમાં ઉડાડતાં નજરે પડે છે. એમાં પણ છેલ્લાં ઘણાં સમયથી તો ચાઇનીઝ દોરી વડે પતંગો ઉડાડવાનું પ્રમાણ પણ વધતું જાય છે. જો કે આ વર્ષે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ તો છે પરંતુ દોરીને તિક્ષ્ણ કાચ જેવાં પદાર્થોથી માંજવાની પ્રથા પણ હવે છે. આમ તિક્ષ્ણ અને ધારદાર દોરીઓથી ઊંચે આકાશમાં વિહરતાં પક્ષીઓ ઘાયલ થાય છે અને ક્યારેક તો વધારે પડતું લોહી વહી જવાથી મૃત્યુ પણ પામે છે. આમ આપણો આનંદ એ પક્ષી જગત માટે પ્રાણઘાતક સાબિત થાય છે. એવાં સમયે પ્રતિવર્ષ આ મકરસંક્રાંતિ પર્વ પર આ વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સતીષ પાંડે અને તેની ટીમ આવાં ઘાયલ પક્ષીઓને બચાવવા માટે સતત દોડધામ કરતાં નજરે પડે છે. આમ પક્ષીઓનું જતન અને જીવદયાનું એક પવિત્ર કાર્ય કરતાં જોવા મળે છે. અને આ મકરસંક્રાંતિનાં પર્વ નિમિત્તે શહેરનાં તમામ નાગરિકોને પક્ષીઓની રક્ષા કરવા માટે જાહેર વિનંતી પણ કરે છે. આ માટે શક્ય હોય ત્યારે સવારે અને સાંજે જ્યારે પક્ષીઓ ગગનમાં વિહાર કરતાં હોય ત્યારે પતંગ ન ઉડાડવાની સલાહ પણ આપતાં જોવા મળે છે. વળી આ પર્વ દરમ્યાન વાહન ઉપર બહાર નીકળતી વખતે શરીર પૂરતું સુરક્ષિત રહે તેવાં ગળાબંધ વસ્ત્રો પહેરવાનું પણ જરૂરી છે. આમ પણ પક્ષીઓ એ માનવજાતનાં શ્રેષ્ઠ મિત્રો છે એ બાબતે પણ પક્ષીઓનાં જીવનનું જતન કરવું જોઈએ. જો કે આ મકરસંક્રાંતિ પર્વ પર તો કોરોના કાળમાં સરકારશ્રીની ગાઈડલાઈનસનું પાલન કરીને જ પોતાના ધાબા કે અગાસી પર જ પતંગો ઉડાડી શકાશે..એટલે જાહેર સ્થળોએ પતંગ નહીં ઉડાવવાની પણ સૂચના આપવામાં આવી છે. આ વર્ષે માત્ર પોતાના પરિવાર સાથે ધાબા કે અગાસી પર ઉંધિયાની જ્યાફત સાથે તલનાં લાડુ, ચિક્કી, શેરડી, મમરાં અને દાળિયાની મીઠાઈ સમજી આરોગવાનું પણ ધ્યાને લેવું. આમ પણ આ કડકડતી ઠંડીમાં શિયાળું વસાણાં સમજીને સ્વાસ્થ્યનું જતન કરવું આપણું જીવન પણ સલામત રહે અને પશુ પક્ષીઓનાં જીવનની સલામતીની શુભકામના કરવી અને ગાયોને ઘાસચારો અને કૂતરાંને લાડુનું જમણ કરાવવાથી પૂણ્ય પ્રાપ્ત થશે. આ મકરસંક્રાંતિનાં પર્વ દરમિયાન કોઈ પક્ષી ઘાયલ ન થાય અને ઘાયલ થાય તો વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટનાં હેલ્પ લાઈન પર ફોન કરવા આ ટ્રસ્ટના સતીષભાઈ પાંડેએ જાહેર જનતા જોગ અપીલ કરી છે. પતંગ ઉડાવતી વખતે જીવંત વાયરમાં પતંગ ફસાઈ તો ખેંચવી નહીં અને જીવંત ઈલેક્ટ્રીક વાયરથી દૂર રહેવું. દ્વિચક્રી વાહનો પર સવાર થઈએ ત્યારે હેલ્મેટ પહેરી ને જ સવારી કરવી, ખુલ્લી અગાસી પર પતંગ ન ઉડાડવી. આ સંદર્ભે ધાયલ પક્ષીઓની જાણ ૯૯૭૯૭૪૧૦૬૧ પર તાત્કાલિક સંપર્ક કરવા સતીષ પાંડે દ્વારા જણાવાયું છે. જેથી પક્ષીઓની સારવાર અર્થે તેનું જીવન બચાવી શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/