fbpx
અમરેલી

પ્રેમ સબંધની આશંકામાં તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરી કરપીણ હત્યા નિપજાવાનાં ગંભીર ગુન્હાનાં આરોપીને ગણતરી કલાકોમાં ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય નાઓએ ડુંગર પો.સ્ટે. માં ગુન્હા નં.-11193062210006/2020, IPC કલમ-302, 449, 452 જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો શરીર સબંધી ગંભીર ગુન્હો રજી. થયેલ હોય, જે ગુન્‍હાની વિગતોનો ઉંડાણપુર્વંક અભ્યાસ કરી, આ ગુન્હાનાં આરોપીને શોધી કાઢવા અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઈ. એમ.એ.મોરી, તથા એસ.ઓ.જી. ટીમને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એસ.ઓ.જી. ટીમની અલગ-અલગ ટીમો બનાવી ડુંગર પોલીસ સ્ટેશન તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીને શોધી કાઢવા સદ્યન પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ, તપાસ દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, આ ગુન્‍હામાં સંડોવાયેલ આરોપી સાવરકુંડલા તાલુકાનાં મઢડા ગામની બહાર આવેલ સ્મશાનની પાછળ, શીતળા માતાજીના મંદીર પાસે આવેલ નદીમાં છે. તેવી ચોક્કસ માહિતી મળતાં સદરહું જગ્યાએ થી મજકુર ઈસમ ભાગી જવાની પેરવીમાં હોય, મજકુર ઇસમને રાઉન્‍ડઅપ કરી તેમની પુછપરછ કરતાં મજકુર ઈસમએ પ્રેમ સબંધની આશંકામાં સદરહું ગુન્હો આચરેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.ગુન્હાની હકિકત આ કામે મરણજનાર રસીકભાઇ દાનાભાઇ વાળા રહે. કુંડલીયાળા તા.રાજુલા, જી.અમરેલી વાળાને આ કામનાં આરોપી મહેશભાઇ ઉર્ફે મેહુલ રવજીભાઇ ચૌહાણ, ઉવ.૨૧, ધંધો.મજુરી, રહે.ગામ-મઢડા, જુના દલિતવાસ તા.સાવરકુંડલા જી.અમરેલીવાળા ની બહેન કે જે કુંડલીયાળા ગામે સાસરે હોય, તેને આ કામનાં મરણજનાર સાથે પ્રેમસબંધ હોય, તેવી આ કામનાં આરોપીને શંકા હોય, અને અગાઉ પણ આ બાબતે મરણજનાર સાથે બોલા-ચાલી કરેલ હોય, જેનું મનદુ:ખ રાખી પકડાયેલ આરોપી આ મરણજનારનાં ધરે જઇ ગૃહ અપ્રવેશ કરી મરણજનારને ધારદાર તીક્ષ્ણ હથિયાર થી પેટનાં ભાગે છરીનાં આડેધડ ધા મારી મોત નિપજાવી ગુન્હો કરેલ હોય, જે અનુસંઘાને ડુંગર પો.સ્ટે.માં ગુન્હા નં.-11193062210006/2020, IPC કલમ-302, 449, 452 જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. મજકુર ઈસમ પાસેથી સદરહુ ગુન્હો કરવામા ઉપયોગમાં લીધેલ એક કાળા કલરના રેગ્ઝીનનુ કવર ચડાવેલ કાળા કલરની છરી તથા એક વીવો કંપનીના એન્ડ્રાઇડ મોબાઇલ ફોન જે મોબાઇલ ફોનમાં મજકુર ઇસમે આ ગુન્હો કરેલ તે વખતનો વીડીયો બનાવેલ હોવાનુ જણાવેલ હોય, જેથી મોબાઇલ ફોન તથા છરી હસ્તગત કરી મજકુર પકડાયેલ અરોપી તથા મુદ્દામાલ ડુંગર પો.સ્ટે.નાઓને વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે.પકડાયેલ આરોપીઓ મહેશભાઇ ઉર્ફે મેહુલ રવજીભાઇ ચૌહાણ (અનુ.જાતિ) ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહેવાસી ગામ-મઢડા, જુના દલિતવાસ તા.સાવરકુંડલા જી.અમરેલી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/