fbpx
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 1 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3748 પર

અમરેલી જિલ્લામાં સૌ પ્રથમવાર ફક્ત આજે ફક્ત 1 જ પોઝિટિવ નોંધાયો. 8

અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ શરૂ થયા બાદ સૌ પહેલીવાર ફક્ત 1 જ પોઝિટિવ કેસ નોંધાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. સ્થિતિમાં ખૂબ સુધારો આવ્યો છે. પોઝિટિવ કેસોની હવે જૂજ નોંધાઇ રહ્યા છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ ઘટતી જાય છે તેમજ ડિસ્ચાર્જની સંખ્યા પણ વધતી જાય છે. ભુલાય નહિ અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે.
આજ તા. 12 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ ફક્ત 1 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત 28 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 8 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3748 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts