fbpx
અમરેલી

જીલ્લા સહકારી બેંકનાં ૪ લાખ લોની લાભાર્થીઓ અને થાપણદારોને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના હેઠળ જોડવાની જાહેરાત કરતા દિલીપ સંઘાણી

અમરેલી જીલ્લા સહકારી બેંકના ચેરમેન કે જેઓની તાજેતરમાં એન.સી.યુ.આઈ.નાં ચેરમેન તરીકે નિમણુક થઈ છે અને સહકારી પ્રવૃતિનાં ભીષ્મ પિતામહ શ્રી દિલીપ સંઘાણી દેશ લેવલે પહેલ કરવામાં હંમેશા અગ્રેસર હોય છે . ખેડૂતો માટે કિસાન ક્રેડીટ કાર્ડ ( કે.સી.સી. ) યોજના , ખેડૂતોને ઘર બનાવવા હાઉસીંગ લોન અને ખેડૂતો માટે અકસ્માત વિમા યોજનાની દેશમાં સૌપ્રથમ શરૂઆત જીલ્લા સહકારી બેંક મારફત શ્રી દિલીપ સંઘાણીનાં નેતૃત્વ નીચે કરવામાં આવેલ હતી જેનું અમલીકરણ ત્યારબાદ દેશભરમાં થયેલ . આમ , દેશને હંમેશા નવો રાહ અને દિશા ચિંધનાર શ્રી દિલીપ સંઘાણીએ મકરસંક્રાંતિને દિવસે જીલ્લા સહકારી બેંક સાથે જોડાયેલ લોની લાભાર્થીઓ અને થાપણદારો માટે મહત્વની જાહેરાત કરેલ છે . જીલ્લા સહકારી બેંકની તા . ૧૪ / ૦૧ / ૨૦૨૧ નાં રોજ મળેલ બોર્ડ ઓફ ડાયરેકટર્સની મીટીંગમાં કરવામાં આવેલ નિર્ણય મુજબ બેંક સાથે જોડાયેલ લોની લાભાર્થીઓ અને થાપણદારોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને રૂા . બે લાખનાં વિમા કવરેજથી ચાર લાખ લોકોને આવરી લેવાશે . આ નિર્ણય બાદ શ્રી દિલીપ સંઘાણીએ વધુમાં જણાવેલ કે , આજના ઝડપી યુગમાં વિમો એ ખુબ જરૂરી છે . આ યોજના હેઠળ ૪ લાખ કુટુંબોને સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવશે . આ યોજનાનો હેતુ ખેડૂતોમાં વિમાની ટેવ પડે અને પોતાનાં કુટુંબને સુરક્ષિત રાખે તે છે . આ તકે તેઓએ બેકનાં બોર્ડનાં સદસ્યોનો સર્વાનુમતે નિર્ણય લેવા બદલ આભાર વ્યકત કર્યો હતો તેમ બેંકનાં જનરલ મેનેજર ( સી.ઈ.ઓ. ) શ્રી બી . એસ . કોઠીયા ની યાદી જણાવે છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/