fbpx
અમરેલી

અંતે બાબરા પંથકનાં ખેડૂતોને પાણી પહોંચતું થયું

કરિયાણા, માધુપુર, ખાખરીયા, દરેડ સહિતનાં પાંચ ગામોનાં ખેડૂતોની માંગ સ્‍વીકારી લેવામાં આવી કાળુભાર ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનું આવતા હાશકારો ઘઉં, ચણા, જીરા, ધાણા સહિતનાં પાકોને પાણી મળવાથી ખેડૂતોને ફાયદો બાબરા પંથકનાં પાંચ ગામોનો ઉભો પાક પાણી વિના બળી જવાની દહેશત ઉભી થતાં ખેડૂતોએ ગઈકાલે હલ્‍લાબોલ કરતાં અને આ ઘટનાને લઈને ભભઅમરેલી એકસપ્રેસભભમાં આજે સીચત્ર અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં જ તંત્ર હરકતમાં આવ્‍યું હતું અને ગણતરીની કલાકોમાં જ પાણી છોડવામાં આવતાં પાંચ ગામોનાં ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠયા હતા. વિગત એવા પ્રકારની છે કે, બાબરા તાલુકાના કરીયાણા, માધુપુર, ખાખરીયા, દરેડ સહિતના પાંચથી સાત જેટલા ગામનાં ખેડૂતોએ કાળુભાર ડેમનું પાણી સિંચાય માટે છોડવા ભારે રજૂઆત કરી હતી. અનેકવાર લીલીયા અને અમરેલીનાં જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવતા તંત્ર ડેમનું પાણી છોડવા યોગ્‍ય કરતું નહોતું. ત્‍યારે પાંચ ગામના ખેડૂતો અહીં સમ્‍પ આગળ રામધૂન બોલાવી નવતર વિરોધ કરતા તંત્ર હરકતમાં આવ્‍યું હતું અને ડેમનું પાણી છોડતા ખેડૂતોઆનંદથી ઝૂમી ઉઠયા હતા અને લાપસીના આંધણ મુકયા હતા. જો કે હવે પાણી છોડી કેનાલ ભરવામાં આવતા ખેડૂતોને શિયાળુ પાકમાં તો પાણીની મુશ્‍કેલીઓ દૂર થઈ ગઈ પણ ઉનાળુ પાક લેવામાં પણ હવે ખેડૂતોને પિયતનો પ્રશ્‍ન નહિ સતાવે. તાલુકાનાં પાંચળ વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં શિયાળુ પાકોનું વાવેતર થયું છે. ઘઉં, ચણા, જીરા અને ધાણા સહિતના પાકોનું વાવેતર થયું છે પરંતુ હવે શિયાળુ પાકના પિયત માટે આસપાસના પ ગામોના ખેડૂતોને પાણીની ઘટ વર્તાઈ રહી હતી. ખાખરીયા, કરીયાણા, દરેડ, માધુપુર સહિતના ગામોના ખેડૂતોને પાણીની જરૂરિયાત છે અને શિયાળુ પાકમાં છેલ્‍લા પાણ માટે પાણીની જરૂરિયાત છે તેમજ પાણી છોડાય તો આગામી ઉનાળુ સીઝનમાં પણ ફાયદો થાય. તેવામાં અહીના ખેડૂતોને રામપરા અને કરીયાણાના કાળુભાર ડેમમાંથી નાની કેનાલોના માઘ્‍યમથી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહૃાાં હતા.

Follow Me:

Related Posts