fbpx
અમરેલી

આજથી શરૂ થયેલ બજેટ સત્રના પ્રારંભ માન . રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજીના અભિભાષણને આવકારતા અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયા

આજ તા . ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ શરૂ થયેલ બજેટ સત્રના પ્રારંભે દેશના માન . રાષ્ટ્રપતિ મહામહીમ શ્રી રામનાથ કોવિદજીના અભિભાષણને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને મહામહીમ દ્વારા મોદી સરકાર તરફથી કોરોના કાળમા તથા દેશહિતમા લેવામાં આવેલ નિર્ણયો અને પગલાઓ અગે મુખ્યાલ રજુ કરેલ છે . માન . શ્રી રામનાથ કોવિદજીએ તેમના અભિભાષણના પ્રારંભે જ દેશની એકતા અને અખંડીતતા વિશે ખુબ જ સરસ કહયુ હતુ કે , મશ્કેલી ગમે તેટલી મોટી કેમ ન હોય , ન આપણે રૂકીશુ અને ન આપણો દેશ . ભારત દેશ જયારે જયારે એકજુટ થયો છે , ત્યારે ત્યારે અસંભવ લક્ષ્યોને પણ પ્રાપ્ત કયૉ છે . કોરોના મહામારી સામેની લડાઈમા આપણે અનેક લોકોને ખોયા છે . આપણા પૂર્વે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીન પણ નિધન કોરોના કાળમાં થયું છે . આપણા દ સાસદો પણ કોરોનાને લીધે આપણને છોડીને ચાલ્યા ગયા છે . આ તમામને મહામહીમે શ્રધ્ધાજલી અપૅણ કરલ હતી . મોદી સરકાર દ્રારા લેવામા આવેલ સમયસરના તમામ નિર્ણયોથી લાખો દેશવાસીયોન જીવન બચ્યું છે અને આજે દેશમાં કોરોનાના દર્દીની સખ્યા ઘટી રહી છે અને સક્રમણ પણ ઘટયુ છે . ભારત દેશની અવૅવ્યવસ્થાને સંભાળવા માટે રેકોડૅ તોડ આથીક પેકેજની ઘોષણાની સાથે સાથે પણ સરકારે ધ્યાન રાખ્યું છે કે દેશનો કોઈપણ ગરીબ વ્યકિત ભુખ્યો ન સુવે . પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ‘ ના માધ્યમથી ૮ મહિનાઓ સુધી ૮૦ કરોડ લોકોને ૫ કિલો પ્રતિ માસ અધિક અનાજ નિઃશુલ્ક આપ્યા હતા . સરકારે મહામારીને લીધે શહેરો માથી પરત ફરેલ પ્રવાસી મજુરો માટે રાજયોમા ૫૦ કરોડ માનવ દિનની રોજગારી આપી . અદાજીત ૩૧ હજાર કરોડ રૂા . ગરીબ મહિલાઓના જન ધન ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામા આવ્યા . દેશભરમાં ઉજજવલા યોજનાના લાભાથી – ગરીબ મહિલાઓને ૧૪ કરોડથી વધુ નિઃશુલ્ક ગેસ સીલીન્ડર સરકારે આપ્યા . કોરોના કાળમા આપણને ખ્યાલ આવ્યો કે આપણા માટે આત્મનિર્ભેર ભારત ‘ ના નિમૉણન શા માટે મહત્વ છે . આજે ભારત દેશ દુનીયાન સૌથી મોટું રસીકરણ અભીયાન ચલાવી રહયુ છે . મોદી સરકારના સ્વાથ્ય મત્રાલયે પાછલા ૬ વર્ષોમા જે કામો કરેલ છે . તેનો મોટો ફાયદો કોરોના કાળમા થયેલ છે . આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતગૅત દેશમાં ૧.૫ કરોડ ગરીબોને પ લાખ રૂ . સુધીની નિઃશુલ્ક સારવાર મળી છે . જેનાથી ગરીબોના ૩૦ હજાર કરોડ રૂા . ખર્ચો થવાથી બચ્યા છે .પ્રધાનમંત્રી સ્વાથ્ય સુરક્ષા યોજના અંતગૅત સરકારે ૨૨ નવો એમ્સ હોસ્પિટલ બનાવવાની મંજુરી આપેલ છે . મોદી સરકારે સ્વામીનાથન આયોગની સફારીશોને લાગુ કરી ખેડૂતોની લાગતનો દોઢ ગણી MSP દેવાનો નિણૅય કયૉ હતો અને આજે મોદી સરકાર MSP ઉપર રેકોડૅ બ્રેક ખરીદીની સાથે સાથે ખરીદ કેન્દ્રો પણ વધારી રહી છે . જેનો સીધો જ ફાયદો ખેડૂતોને થઈ રહયો છે . વર્ષે ૨૦૧૩/૧૪ મા ૪૨ લાખ હેકટર જમીન પર જ માઈક્રો ઈરીગેશન સુવિધા હતી . જયારે આજે ૫૬ લાખ હેકટરથી વધુ જમીન માઈક્રો ઈરીગેશન સાથે જોડાયેલ છે . વર્ષે ૨૦૦૮/૦૯ મા દેશમાં ૨૩૫ મીલીયન ટન ખાધન ઉત્પાદન હતું જયારે વર્ષે ૨૦૧૯૨૦ મા ર ૯૬ મીલીયન ટન ઉત્પાદન થવા પામેલ છે . સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી ‘ મારફતે દેશના ૧૦ કરોડ ખેડુતોના ખાતામાં અત્યાર સુધીમાં ૧,૧૩,૦૦૦ કરોડથી વધુ રકમ જમા કરાવેલ છે . સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતગૅત છેલ્લા ૫ વર્ષોમા ખેડુતોને ૧૭ હજાર કરોડના પ્રીમીયમની સામે લગભગ ૯૦ હજાર કરોડન વળતર ખેડુતોને અપાવેલ છે . મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં વ્યાપક વિમર્શે પછી કૃષિ સુધાર વિધાયક પારીત કર્યું . જેનો સીધો લાભ દેશના નાના ખેડુતોને મળવા માડયો છે . ગત ૨૬ મી જાન્યુઆરીએ ત્રિરંગા અને ગણતત્રં દિવસન અપમાન દુભૉગ્યપૂર્ણો છે . સરકારે ડેરી ક્ષેત્રના વિકાસ માટે ૧૩ હજાર કરોડના પશુપાલન સરચના વિકાસ કોષની સ્થાપના કરી છે . બાબા સાહેબની પ્રેરણાને સાથે લઈ , મોદી સરકાર ‘ નલ સે જલ યોજના અંતગૅત દેશના દરેક ઘર સુધી પાણી પહોચાડવાન કામ કરી રહી છે . આ અભીયાન અંતગૅત અત્યાર સુધીના ૩ કરોડ પરીવારોને પાણી પહોચ્યું છે . પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતગૅત ગ્રામીણ ક્ષેત્રે ૬ લાખ ૪૨ હજાર કિ.મી. રસ્તાન નિમૉણ કાર્યે કરવામા આવ્યા છે . સરકારે દેશના ૬ લાખથી વધુ ગામોને ઓપ્ટીકલ ફાઈબરથી જોડી ઈન્ટરનેટ સુવીધા પહોચાડી છે . મુદ્દા લોન યોજના અંતગૅત આજ સુધીમાં ૨૫ કરોડથી વધુ ઉધમીઓને લોન આપવામાં આવેલ છે . જેમાથી ૭૦ % લોન મહિલા ઉધમીઓને મળી છે . નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતીથી પ્રથમ વખત વિધાથીઓને પોતાની મરજી મુજબના વિષયોના અભ્યાસની આઝાદી સરકારે આપેલ છે . દેશના ૩ કરોડ ૨૦ લાખથી વધુ વિધાર્થીઓને વિભિન્ન શિષ્યવૃતિ યોજનાઓનો લાભ મળી રહયો છે . ૭૫ વર્ષો બાદ સંસદની નવી ઈમારતન નિમૉણ કાયેં ચાલુ થશે . મેન્યુફેકચરીગ સાથે જોડાયેલ ૧૦ સેકટસ માટે પ્રથમ વખત દેશમાં લગભગ દોઢ લાખ કરોડ રૂ . ની પ્રોડકશન લીકડ ઈસેટીવ સ્કીમ લાગુ કરવામાં આવી . કોરોના કાળમાં દેશની અર્થેવ્યવસ્થાને જે હાનિ પહોચેલ હતી . તેમાથી આજે આપણો દેશ ઉભરી રહયો છે . દેશના ઈન્ફાસ્ટ્રકચરને આધુનીક રૂપ પ્રદાન કરવા માટે મોદી સરકાર ૧૧૦ લાખ કરોડથી વધુની નેશનલ ઈન્ફાસ્ટ્રકચર પાઈપલાઈન ‘ ઉપર કામ કરી રહી છે . અને સાથે સાથે ભારતમાલા પરીયોજનાના પ્રથમ ચરણમા ૬ નવા એકસપ્રેસ – વે અને ૧૮ નવા એકસેસ કન્ટ્રોલ્ડ કોરીડોરન નિમૉણ કાયેં ચાલી રહયુ છે .દુનીયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાન ગૌરવ ધરાવનાર કેવડીયા સાથે દેશના અનેક શહેરો , ટ્રેન મારફતે સીધા સકળાઈ ગયેલ છે . સરકાર દેશના ૨૭ શહેરોમા મેટ્રો સેવાનો વિસ્તાર કરી રહી છે . મોદી સરકાર આવ્યા બાદ નકસલી હિસાઓની ઘટનાઓ ખુબ જ ઘટી છે . જુન -૨૦૨૦ મા આપણા ૨૦ જવાનો માતૃભુમિની રક્ષા માટે ગલવાન ઘાટી ‘ માં શહીદ થયા . દરેક દેશવાસી આ શહીદોના કૃતજ્ઞ છે અને દેશની સુરક્ષા માટે LAC ઉપર વધુ સૈનિકોને તૈનાત કરવામા આવ્યા છે . રક્ષા ક્ષેત્રમાં પણ ‘ આત્મનિભેર ભારત ‘ ઉપર સરકારે વધુ જોમ આપેલ છે . થોડા દિવસો પહેલા જ સરકારે HAL ને ૮૩ સ્વદેશી લડાકુ વિમાન તેજસના નિમૉણ માટે ઓર આપેલ છે . આપણને ગર્વે છે કે , ઈસરોના વૈજ્ઞાનિક ચદ્રયાન -૩ , ગગનયાન અને સ્મોલ સેટેલાઈટ લોચ વીહીકલ જેવા મહત્વ પૂર્ણ અભીયાનો ઉપર કામ કરી રહયા છે . ભારત દેશ GDP ની ઈમીસન્સ ઈન્ટસીટીને વર્ષે ૨૦૦૫ ની તુલનામા ૨૦૩૦ સુધીમાં ૩૩ થી ૩૫ ટકા ઓછો કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહયો છે . હાલમાં જ કચ્છના રણમાં દેશના સૌથી મોટુ ‘ હાઈબ્રીડ રીન્યુએબલ એનર્જી પાકૅ ‘ બનાવવાનું કાયૅ ચાલુ થયેલ છે . ભારતે દેશની ઘરેલુ જરૂરતોને પુરા કરવાની સાથે સાથે ૧૫૦ થી વધુ દેશોને દવાઓ પુરી પાડી છે . ” વદે માતરમ મિશન ‘ કે જે દુનીયાન સૌથી મોટુ અભીયાન છે . જેના થકી વિદેશો માથી લગભગ ૫૦ લાખ લોકોને સ્વદેશ પાછા લાવવાની સાથે સાથે ૧ લાખથી વધુ વિદેશી નાગરીકોને પોતાના દેશમાં પહોચાડવામા આવેલ છે . છેલ્લા કેટલાક વષૉમાં ભારત દેશે એટલા મોટા કાયૉ કયૉ છે . જેને કયારેક ખુબ જ કઠીન માનવામાં આવતા હતા . જેમકે , આટીકલ ૩૭૦ નાબુદી , રામ મદીર નિમૉણ અને DBT દ્રારા લાભાથીઓના ખાતામાં સીધી જ સહાય . દેશમાં ગરીબોને વિજળી મળી રહે તે માટે અઢી કરોડથી વધુ પરીવારોને નિઃશુલ્ક કનેકશનો આપવામાં આવ્યા . મહિલાઓની ગરીમા અને તકલીફોને ધ્યાને લઈ સ્વચ્છ ભારત મિશન અંતગૅત ૧૦ કરોડ થી વધુ શૌચાલયો બનાવવામાં આવ્યા . ગરીબોને બેકીગ વ્યવસ્થાનો લાભ મળે તે માટે ૪૧ કરોડથી વધુ ગરીબોના જન ધન ખાતા ખોલવામાં આવ્યા . અતે માન . રાષ્ટ્રપતિ શ્રી કોવિદજીએ સમસ્ત દેશવાસીઓને અપીલ કરેલ હતી કે , ” આવો આપણે સૌ મળી આગળ વધીએ , સૌ દેશવાસી મળીને આગળ વધે , પોતાના કર્તવ્ય નિભાવે અને રાષ્ટ્રનિમૉણમા પોતાન યોગદાન આપે , આવો આપણે સૌ સાથે મળી ભારત દેશને આત્મનિર્ભેર બનાવીએ “

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/