fbpx
અમરેલી

બાબરા ખાતે જગતગુરૂ રામાનંદાચાર્યજી મહારાજની જન્‍મજયંતીની ઉજવણી

બાબરા તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજય જગતગુરૂ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની 7ર1મી જન્‍મ જયંતી પ.પૂ. શ્રી ઘનશ્‍યામદાસ બાપુ ગુરૂ દાયારામબાપુના અઘ્‍યક્ષ સ્‍થાને ધામધુમથી ઉજવણી કરવામાં. આવેલ અમરાપરા રામજી મંદિરથી તાપડીયા આશ્રમ સુધી ભવ્‍ય શોભાયાત્રા યોજાયેલ.જેમાં શ્રી રામાનંદાચાર્યજી મહારાજની મૂર્તિ બગીમાં પધરાવેલ બેન્‍ડ વાઝા સાથે નીકળેલ. આ શોભાયાત્રામાં બાબરા-અમરાપરાના રામાનંદી સાધુ સમાજના જ્ઞાતિ ભાઇઓ/બહેનો અને પૂજય બાપુના સેવક ગણ સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળેલ. જાફરી સોડા સેન્‍ટર વ્‍હોરા સમાજના અબ્‍બાસભાઇ અસગરભાઇ કપાસીએ તેમના જાફરી સોડા સેન્‍ટરમાં તમામ ભાઇઓ/બહેનો તેમજ સેવક ગણ માટે ઠંડા પાણીની વ્‍યવસ્‍થા કરેલ. આશ્રમ ખાતે શોભાયાત્રા પહોંચતા પૂ. શ્રી ઘનશ્‍યામદાસબાપુ દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ. પ્રથમ જગતગુરૂની મૂર્તિનું ભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવેલ. ધર્મસભામાં પ.પૂ. શ્રી ઘનશ્‍યામદાસબાપુ પ.પૂ. મણીરામબાપા સીતારામ સેવા આશ્રમ – હડાળા પૂ. વિશ્‍વપ્રસાદ શાસ્‍ત્રીજી – ચિતલ પ.પૂ.પદુબાપુ, શાસ્‍ત્રી ગીરીશભાઈ તેરૈયા-રાજકોટ પ.પૂ. શ્રી બાળકદાસબાપુ, શ્રી શ્‍યામબાપુ, અમરેલી જિલ્‍લા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ નવનીતભાઇ નિમાવત, ઉપપ્રમુખ બાલાભાઇ દેવમુરારી, પૂર્વ મામલતદાર સુરેશભાઇ આર. કુબાવત, જિલ્‍લા ટ્રસ્‍ટી બાબુભાઇ નિમાવત, શૈલેષભાઇ અગ્રાવત તથા સાધુ સંતોએ પૂજય જગતગુરૂ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની જીવન ઝરમર વર્ણવેલ. પ.પૂ. તાપડીયાબાપુ, પ.પૂ. દયારામબાપુ તથા પ.પૂ. ઘનશ્‍યામદાસબાપુની પવિત્ર તપોભૂમિમાં આ જન્‍મ જયંતિ કાર્યક્રમ ખુબજ ધામધુમથી ઉજવાયેલ. ગતવર્ષે તાપડીયા આશ્રમનું પુનઃ ભવ્‍ય મંદિરનું નિર્માણ થયેલ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવેલ. તમામ મૂર્તિ પ્રતિષ્ઠામાં પૂજય મહંત શ્રી ઘનશ્‍યામદાસબાપુની ઇચ્‍છાથીજગત ગુરૂની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરેલ. આ વર્ષે આશ્રમમાં પ્રથમ જન્‍મ જયંતી હોય પૂ. ઘનશ્‍યામદાસબાપુ પોતે યજમાન બનેલ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ. મંદિરના પૂજારી નાનારામબાપુ કુબાવત અને યુવા પાંખના ઉપપ્રમુખ કનુભાઇ દેવમુરારી (માવાવાળા)ની અદમ્‍ય ઇચ્‍છા હતી. કે, આ પ્રસંગેની સાથો સાથ સંતવાણી યોજવામાં આવે. જેથી ભજન સમ્રાટ રામાનંદી સાધુ સમાજનું ગૌરવ એવા શૈલેષબાપુના ભજન રાખેલ કાઠી ક્ષત્રિય સમાજનું ઘરેણું એવા દેવાયતભાઇ ખવડ પણ પધારેલ અને ખુબ જ આનંદ કરાવેલ. દેવાયતભાઇ ખવડનું પ્રથમ વખત બાબરા તાપડીયા આશ્રમ પધારેલ હોય પ.પૂ. શ્રી ઘનશ્‍યામદાસબાપુના આશીર્વાદ મેળવી પોતાનો રાજીપો વ્‍યકત કરેલ. તેવો શ્રી નિસ્‍વાર્થ ભાવે પધારેલ તેમજ માલધારી સમાજના બાળ કલાકાર બાબરા તાલુકાના ઇશ્‍વરીયા ગામના મિલન બાંભવા (ઉ.10 વર્ષ) પૂજય બાપુના આર્શીવાદ સાથે ભજનની રમઝટ બોલાવેલ. સ્‍પે. સન્‍માનમાં હિતેષગીરી ગોસાઇ બેન્‍જો વાદક બાબરાનું પૂ. ઘનશ્‍યામદાસબાપુએ ફુલહાર અને સાલથી સન્‍માન કરી આર્શીવાદ આપેલ તેમજ બાબરા અમરેલીનું જ્ઞાતિ ગૌરવ એવારામદળ ચેનલના ભરતભાઇ વિષ્‍ણુનું પૂજય મણીરામબાપાએ ફુલહાર/સાલથી સન્‍માન કરી આર્શીવાદ આપેલ. અમરેલી જિલ્‍લા રામાનંદી સાધુ સમાજના ઉપપ્રમુખ અનેત ાલુકા મંડળના મંત્રી પ્રતાપભાઇદેવમુરારી, જિલ્‍લા ટ્રસ્‍ટી ડો. રૂગનાથભાઇ કુબાવત તાલુકા મંડળના પ્રમુખ શામળદાસબાપુ નિમાવત, ઉપપ્રમુખ દલપતભાઇ વસંતસ્‍વામી, ખજાનચી રસિકભાઇ અગ્રાવતના માર્ગદર્શન નીચે બાબરા-અમરાપરા યુવા મંડળના પ્રમુખ જનકભાઇ અગ્રાવત, ઉપપ્રમુખ કનુભાઇ દેવમુરારી, પ્રકાશભાઇ ચૈતન્‍ય સ્‍વામી, મંત્રી જીતેન્‍દ્રભાઇ નિમાવત, સહમંત્રી સંજયભાઇ કુબાવત, ખજાનચી ચેતનભાઇ રામાવત કા. સભ્‍ય પ્રવિણભાઇ કુબાવત, કિશનભાઇ વિષ્‍ણુ, રાજુભાઇ અગ્રાવત, તાલુકા મંડળના સભ્‍ય સુરેશભાઇ દેવમુરારી, મગનભાઇ અગ્રાવત, રાજુભાઇ કુબાવત, દલપતભાઇ લશ્‍કરી, અરવિંદભાઇ દેવમુરારી, રમેશભાઇ નિમાવત (મારૂતિ સ્‍ટુડિયો), રમેશભાઇ નિમાવત (લીલળા) તથા યુવા પાખના તમામ સભ્‍યશ્રીઓ તથા અમરાપરા ગ્રામ પંચાયતના સરપંચ કિશોરભાઇ ખોખરીયા, ભાજપ અગ્રણી મુકેશભાઇ ખોખરીયા તથા અમરાપરાના આશ્રમના સેવકભાઇઓએ સેવા આપેલ. ધર્મસભાનું સંચાલન પ્રકાશભાઇ ચૈતન્‍યસ્‍વાીમએ કરેલ અને સંતવાણીનો દોર અરવિંદ સાહેબ ત્રિવેદીએ સંભાળેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/