fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકા ભાજપમાં ગઢમાં ગાબડું પડ્યું


પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ના ગઢમાં ગાબડું પડ્યું
જાફરાબાદ ભાજપના મહામંત્રી તથા ટીંબી ગામના પૂર્વ સરપંચ સહિતના ભાજપના આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા
હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલમાં ભાજપને જાફરાબાદમાં મોટો ફટકો પડયો
હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ છે જે આજરોજ જાફરાબાદ તાલુકા ભાજપ માં મોટો ભડકો થયેલ છે અને તાલુકા ભાજપના મહામંત્રી તેમજ ટીંબી ગામના માજી સરપંચ સહિતના કોળી સમાજના આગેવાનો યુવાનો વડીલો ભાજપ ને રામરામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતાં પૂર્વ સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સોલંકીના ગઢમાં મસમોટુ ગાબડુ પાડેલ છે
આજરોજ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા કોળી સમાજના આગેવાન કાનાભાઈ બાંભણિયા, કાનાભાઇ ના સુપુત્ર રમેશભાઈ બાંભણીયા (ઉગાભાઈ), ભાણાભાઈ મકવાણા તેમજ ટીંબી ગામ પંચાયતના પૂર્વ સરપંચ અને જાફરાબાદ તાલુકાના કોળી સમાજના તેમજ અન્ય સમાજના અસંખ્ય આગેવાનો કોંગ્રેસ માં જોડાયેલ છે.
આજરોજ ભાજપ ને રામરામ કરીને કોંગ્રેસમાં જોડાયેલા સૌ આગેવાનો અને યુવાનો કાર્યકરોને પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના અને કોળી સમાજના આગેવાન એવા પ્રવિણભાઈ બારૈયા, ટીકુભાઈ વરુ, નાથાભાઈ ભાલાળા, નાથાભાઈ પરમાર, પ્રકાશભાઈ બાંભણિયા સહિતના કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિત રહી સૌને આવકારી અને કોંગ્રેસમાં સૌનું સ્વાગત કરવામાં આવેલ તમામ આગેવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી ને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડેલ છે.
કોંગ્રેસમાં જોડાયેલા હોય તે બધા કાર્યકરોને અઢારે આલમના ધારાસભ્યશ્રી અબંરીશભાઈ ડેર દ્વારા તમામને કોંગ્રેસ પક્ષમાં આવકારેલ છે અને શુભેચ્છા પાઠવેલ છે તેમજ આગામી જાફરાબાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય તેવી હાકલ પણ શ્રી ડેર દ્વારા કરેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/