મધ્યપ્રદેશ બસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુ તરફથી બે લાખ ચાલીસ હજારની તત્કાલ સહાય

જીવનની અનિશ્ચિતતાઓનો વધુ એક તાજો દાખલો એટલે ગઈકાલે મધ્યપ્રદેશમાં ઘટેલી બસ દુર્ઘટના. આજના અખબારી હેવાલો અનુસાર ગઈકાલે મધ્યપ્રદેશના સીધી નજીક એક પ્રવાસી બસ નહેરમાં પડી જતા કરુણાંતિકા સર્જાઈ છે. આ દુઃખદ ઘટનામાં 48 લોકોએ પોતાનો પ્રાણ ગુમાવ્યો છે. શ્રી હનુમાજીની સાંત્વના રૂપે આ તમામ મૃતકોના પરિવારજનોને રૂ. 5 હજારની તત્કાલ સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુએ મોકલવા જણાવ્યું છે. આ સહાયતાની કુલ રૂપિયા રાશિ બે લાખ ચાલીસ હાજર થાય છે. મધ્યપ્રદેશ સ્થિત રામકથાના શ્રોતઓ દ્વારા આ રાશિ વિતરિત કરવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તામિલનાડુના વિરુદનગરમાં ફટાકડાના કારખાનામાં આગ લગતા 17 લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા તેમને પણ આ જ પ્રકારે સહાયતા પહોંચતી કરવામાં આવી રહી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી તેમના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.
Recent Comments