fbpx
અમરેલી

મોદી સરકારે ગરીબને બાટલામાં પુરી ફસાવ્‍યા : પરેશ ધાનાણી

મહિલા ઉપરનાં અત્‍યાચારો કે અસહૃા મોંઘવારી માટે કેમ એક શબ્‍દ ન બોલ્‍યા યુપીએ સરકાર વખતે પેટ્રોલનાં ભાવ વધારા બાબતે આંદોલન કરનાર આજે કેમ મૌન થઈ ગયા છે માત્ર નરેન્‍દ્ર મોદીનાં ગુણગાનગાવાથી દેશની જનતાને કોઈ ફાયદો થઈ જવાનો નથી અમરેલીમાં કેન્‍દ્રિય મંત્રી સ્‍મૃતિ ઈરાનીની નિષ્‍ફળ સભા અને પરાણે પકડી શરમે બેસાડેલ લોકોને ભજપની આબરૂ બચાવવાનો તનતોડ પ્રયત્‍ન કર્યા તેમ છતાં આમ જનતાની સાવ પાંખી હાજરી સાબિત કરે છે કે હવે આમ જનતા ભાજપ અને સ્‍મૃતિ ઈરાનીને ઓળખી થયા છે. બે દિવસથી આમ જનતા સ્‍મૃતિ ઈરાનીને સોશ્‍યલ મીડિયાનાં માઘ્‍યમથી એક જ સવાલ કરતા હતા કે પાંચ રૂપિયા ગેસના ભાવ વરસે વધતા હતા ત્‍યારે તમે રોડ ઉપર બાટલા માઘ્‍યમથી એક જ સવાલ કરતા હતા કે પાંચ રૂપિયા ગેસના ભાવ વરસે વધતા હતા ત્‍યારે તમે રોડ ઉપર બાટલા લઈ બેસી ગયા હતા  હવે 370નાં બાટલાના 770 દેવા પડે છે. સબસીડી પણ ચુપકેથી બંધ કરી દીધી છે ગરીબોનું કેરોસીન બંધ કરી મફત ગેસ કનેકશનની જાળમાં ફસાવ્‍યા હવે એ જ છ કરોડ ગરીબોને ડબલ ભાવ 770માં બાટલો લેવા મજબુરી કરી જેમ કુવામાં ઉતારી વરદ કાપે એમ તમારી સરકારે ગરીબોને બાટલમાં પુરી અધમુવા કરી દીધા છે. ત્‍યારે તમે કેમ ચુપ છો ? બહેનોને અને ભાઈઓને બધી બાજુથી મોંઘવારી, પેટ્રોલ-ડિઝલ-ગેસના મારથી અધમુઆ કરી નાખ્‍યા છે ત્‍યારે તમારા ભાષણમાં કેમ માત્ર શૌચાલયની જ વાતો કરી અરે બહેનજી શૌચાલયમાં પણ કેટલા કરોડનો ભ્રષ્‍ટાચાર થયો છે તેની પણમાહિતી આમ જનતાને આપવી હતીને. શું તમને મોંઘવારી હવે નથી દેખાતી ? શું મહિલાઓ ઉપર થતાં અત્‍યાચારો નથી દેખાતા ? તમે એકપણ વખત મહિલાની ઉપર થતાં અત્‍યાચાર માટે અવાજ ઉઠાવ્‍યો હોય તો સાબિત કરી બતાવો. બસ તમને પ્રધાનપદુ જનતાના મતોથી મળી ગયુ અને ખોટા ગુણ ગાન ગાવા બધે સભાઓ કરવાની કામગીરી કરો છો. તમારા ભાષણમાં ન તો ખેડૂતોની પીડા, ખેડૂતો ટાઢમાં ઠરતા 7પ દિવસોથી ન્‍યાય માટે રસ્‍તા ઉપર બેઠા છે તેમના સો ઉપર કિસાનો શહિદી વહોરી ભગવાનને પ્‍યારા થઈ ગયા છે તેમના માટે એક આશ્‍વાસનનો કે મદદનો શબ્‍દ આપ નથી બોલ્‍યા જેનાથી ખુબ દુઃખની લાગણી અનુભવું છું. કિસાનોનો પાક વીમો નથી આપતા, સંગ્રહખોરો બેફામ બન્‍યા છે ખેડૂતો ઘસાતા જાય છે, બેરોજગાર યુવાનોની કોઈ વાત ન કરી, આપના મંત્રાલયે આમ જનતા અને મહિલાઓ માટે શું કર્યુ ?? એકપણ સિઘ્‍ધિ હોય તો બતાવો ? કોઈ નેતા જયારે પ્રધાન કે પ્રધાનમંત્રી થાય ત્‍યારે તે દેશની સમગ્ર જનતાના પ્રતિનિધી કહેવાય છે શા માટે આપની જ સરકાર કેન્‍દ્રમાં અને રાજયમાં હોવા છતાં પેટ્રોલ-ડિઝલ ઉપરની એસાઈઝ ડયુટી ધટાડવાનું નથી કહેતા ? આજ ગૃહિણી બહેનોને ઘર ચલાવવું મુશ્‍કેલ થઈ ગયું છે સારવાર મોંઘી, શિક્ષણ મોંઘુ, નવા નવા દંડો મોંઘા આમ જનતા કેટલું સહન કરે આપભુતકાળમાં જેમ ગૃહિણી બહેનોના નામ લઈ આંદોલન કરતા હતા હવે કેમ ચુપ છો ? સત્‍ય માટે આમ જનતા માટે બોલો તો સાચા. ગુજરાત વિરોધપક્ષનાં નેતા અને અમરેલીનાં યુવા ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીના પોતાના વિસ્‍તારમાં જયારે કેન્‍દ્રિય મંત્રી પધાર્યા હોય ત્‍યારે તેમનું સ્‍વાગત પ્રશ્‍નોથી થાય સ્‍વાભાવિક છે. આગામી સ્‍થાનિક સ્‍વરાજયની જિલ્‍લા/તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં આમ જનતાને વિનંતી કરૂ છું કે સરકાર સામે મત રૂપી આક્રોશ ઠાલવજો ભાજપને સદંતર જાકારો આપજો. પંજાના ઉમેદવારને જીતાડજો અને જે કોઈ પ્રજાના મતનો દ્રોહ કરી પાટલીઓ બદલી ફરી ચૂંટાવા નીકળ્‍યા છે તેને શાનમાં સમજાવી હરાવશો તો જ સત્તાના મદમાં રાચતી સરકારની આંખ ઉઘડશે તેમ પરેશ ધાનાણીએ અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/